Surat: પત્ની અને સાળા ત્રાસ આપી ગૌમાંસ ખવડાવતા યુવકનો આપઘાત
સુરતના ઉધનામાં યુવકે આપઘાત કર્યાના બે મહિના બાદ ચોકાવનારી હકીકત સામે આવી
સુરત ના ઉધનામાં બે મહિના પહેલા યુવકે પહેલા સ્યુસાઇડ નોટ લખી અને તે સ્યુસાઇડ નોટ ફેસબુક ઉપર અપલોડ કરીને કરેલી આત્મહત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતકને તેની મુસ્લિમ પ્રેમીકા અને તેનો ભાઇ બળજબરીથી ગૌમાંસ ખવડાવીને ધમકી આપતા હોવાથી યુવકે આત્મહત્યા કરી હતી. જે સમગ્ર હકીકત સામે આવતા પોલીસે સુસાઇડ નોટ ના આધારે પ્રેમિકા અને તેના ભાઈની સામે આત્મહત્યાની દોષ પ્રેરણા નો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
સુરતના ઉધના વિસ્તારના પટેલ નગરમાં રહેતા અને બીઆરસી ખાતે ડાયમંડમાં નોકરી કરતો રોહિત અજીબ પ્રતાપે ગત 27 જૂનના રોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાય આપઘાત કરી લીધો હતો રોહિતને ઉધના વિસ્તારમાં રહેતી સોનમ અલી નામની મુસ્લિમ યુવતી સાથે પ્રેમસંબંધ હતો અને તે લગ્ન કરવા ઇચ્છતો હતો, પરંતુ સોનમ મુસ્લિમ હોવાથી પરિવારના સભ્યોએ લગ્ન કરવાની ના પાડી હતી. જોકે તેમ છતાં આખરે રોહિતે સોનમની સાથે પ્રેમ લગ્ન કરી ઉધના પટેલ નગરમાં ભાડેથી રહેતો હતો. અને રોહિતે સોનમ સાથે લગ્ન કરતા રોહિતના પરિવારે તેની સાથે સંબંધ તોડી નાખતા છેલ્લા એક વર્ષથી રોહિત પરિવારના સંપર્કમાં ન હતો.
જો કે બાદમાં રોહિતના મુળ વતનમાં તેના સંબંધીએ રોહિતની માતાને ફોન કરીને જાણ કરી હતી કે, રોહિતે બે મહિના પહેલા ફેસબુક ઉપર સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં તેને લખ્યું હતું કે, સોનમ અલી અને તેના ભાઇ અખ્તર અલીએ રોહિતને બળજબરીથી ગાયમાતાનું માસ ખવડાવીને ધમકી આપી હતી, તેઓના ત્રાસને કારણે રોહિતે આત્મહત્યા કરી હતી અને તેની સ્યુસાઇડ નોટ ફેસબુક ઉપર અપલોડ કરી હતી. જે બાદ રોહિત ની માતાએ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે પ્રેમિકા અને તેના ભાઈ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
આ પ્રકરણમાં રોહિત ની પત્ની સોનમ નો પહેલેથી જ ઝાકીર અલી નામના યુવક સાથે અફેર હતું. જે વિશે થોડા સમય બાદ સોનમના જાકિરઅલી સાથે લગ્ન થયા હોવાનું બહાર આવતા પરિવારે રોહિતને સમજાવ્યો હતો પરંતુ તેમ છતાં સોનમના પ્રેમમાં પાગલ રોહિત માન્યો નહિ અને તેની સાથેજ લગ્ન કરવાની જીદ કરી પરિવારને તરછોડી દીધો હતો.પરંતુ બાદમાં સોમન અને તેના ભાઇએ ભેગા થઇને રોહિતને એટલો ત્રાસ આપ્યો કે, આખરે રોહિતે ઘરમાં જ ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.