કડકડતી ઠંડીમાં વીર નર્મદ યુની.ગેટ બહાર વિદ્યાથીઓ વિરોધ પર ઉતર્યા: હોસ્ટેલમાં હલકી ગુણવત્તાવાળું ભોજન પીરસાતા રોષ

0

સુરતમા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સમરસ બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના ગેટ બહાર બેસી વિરોધ પર ઉતર્યા હતા. હોસ્ટેલમાં હલકી ગુણવત્તા વાળું ભોજન પીરસા તુ હોવાથી વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના ગેટ પર બેસી રામ ધુન બોલાવી વિરોધ કર્યો હતો.

વીર નર્મદ યુનિવર્સિટીના ગેટ બહાર જ કડકડતી ઠંડીમાં બેસી વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો.હાથ થી થાળીઓ વગાડી તેમજ રામધૂન કરી વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ એ VNSGUની સમરસ હોસ્ટેલમાં પીરસવામાં આવતું ભોજન હલકી ગુણવત્તા વાળું હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથેજ આ મામલે અગાઉ પણ તેઓ દ્વાર આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.જોકેતેમ છતાં કોઈ પણ નિવેડોન આવતા ગત રાત્રે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા.અને હલકી ગુણવત્તાવાળા ભોજનને લઈને એબીવીપીના નેજા હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો હતો.સાથે તેમની આ સમસ્યાનો જલ્દીથી જલ્દી નિવેડો આવે તેવી માંગ પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે અગાઉ ગલર્સ હોસ્ટેલની વિધાર્થિનીઓ દ્વારા પણ હલકી ગુણવત્તાવાળા ભોજન અને હોસ્ટેલના રૂલ્સ રેગ્યુલેશનને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી ત્યારબાદ હવે બોયઝ હોસ્ટેલમાં પણ હલકી ગુણવત્તા વાળું ભોજન પીરસવામાં આવતા વિદ્યાર્થીઓ રોષે રહ્યા છે. અને યુનિવર્સિટી ગેટ બહાર જ બેસી રામધુન બોલાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *