Gujarat: વંદે ભારત એક્સપ્રેસ’ના સ્ટોપેજ બદલાયા, જાણો નવુ ટાઇમ ટેબલ
રેલ્વે મંત્રાલયે મુંબઈ અને ગુજરાતની રાજધાની ગાંધીનગર વચ્ચેની સેમી હાઈ સ્પીડ ટ્રેન ‘વંદે ભારત એક્સપ્રેસ‘(Vande Bharat Express)ના સ્ટોપેજ બદલ્યા છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે 26 ઓક્ટોબર, 2022થી વાપી સ્ટેશનના સ્ટોપેજને પણ બદલવામાં આવશે.
પશ્ચિમ રેલવેએ માહિતી આપી છે કે રેલવે મંત્રાલયે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 20901/20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર રાજધાની-મુંબઈ સેન્ટ્રલ વાપી સ્ટેશન પર 26 ઑક્ટોબર 2022થી સ્ટોપેજ સાથે ટ્રેનનો સમય ફરીથી શેડ્યૂલ કરવાનો નિર્ણય લીધો છે.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન વાપી ખાતે ઉભી રહેશે નવા ટાઈમ ટેબલ મુજબ મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી સવારે 6.10 વાગ્યે ઉપડશે અને ગાંધીનગર રાજધાની 12.25 વાગ્યે પહોંચશે. ટ્રેન હવે નવા સ્ટોપેજ વાપી સ્ટેશન પર બે મિનિટ માટે ઉભી રહેશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન વાપી સ્ટેશને 8.04 કલાકે પહોંચશે અને માત્ર બે મિનિટ રોકાયા બાદ રવાના થશે.
આ પછી આ ટ્રેન 9 વાગે સુરત સ્ટેશન પહોંચશે. ટ્રેનમાં ત્રણ મિનિટના સ્ટોપેજ છે. ત્યારબાદ ટ્રેન 10.13 કલાકે વડોદરા જંકશન પહોંચશે અને 10.16 કલાકે ઉપડશે.
નવા ટાઈમ ટેબલ મુજબ ટ્રેન 20.15 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, હવે વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચેનું અંતર કાપવા માટે પહેલા કરતા 5 મિનિટ ઓછો સમય લેશે. પશ્ચિમ રેલવેના નિવેદન અનુસાર, હવે વંદે ભારત એક્સપ્રેસ ગાંધીનગરથી મુંબઈ જતી વખતે 20 મિનિટ વહેલા મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.