SRK એક્સપોર્ટ્સ કંપની તરફથી દિવાળી બોનસમાં તેમના 1000 કર્મચારીઓને સોલાર રૂફટોપ પેનલ્સ ભેટ આપવામા આવી 

0

ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયા દ્વારા તેમના 1000 કર્મચારીઓને દિવાળી બોનસમાં આપ્યું સોલાર રુપટોપ પેનલ્સ

દિવાળીના અવસર પર દરેક કર્મચારી ભેટની અપેક્ષા રાખતા હોય છે. સરકારી કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરવામાં આવી છે. તો ખાનગી કર્મચારીઓની દિવાળી તેમના માલિકના મૂડ પર આધારિત છે. જો કે દેશના કેટલાક ઉદ્યોગપતિઓ છે જે દર દિવાળીએ પોતાના કર્મચારીઓને એકથી એક ચડિયાતી ભેટ આપે છે.એમાંના એક ઉદ્યોગપતિ એટલે ગોવિંદ ધોળકિયા કે જેમણે આ વર્ષે પોતાના 1000 કર્મચારીઓને સોલાર રૂફટોપ પેનલ્સ ભેટ આપી છે,જેથી તેમની આ અમૂલ્ય ભેટની ચારે બાજુ ચર્ચાઓ થઈ રહી છે. અને દરેક લોકો તેમના આ કામના વખાણ પણ કરી રહ્યા છે.

 • SRK દ્વારા આયોજિત દિવાળી સ્નેહમિલનની ઉજવણી મધ્યપ્રદેશના માનનીય રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ ઉપસ્થિત રહ્યા

ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ્સના ક્ષેત્રે જાણીતી વિશ્વની અગ્રણી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા. લિ. (SRK) સુરત દ્વારા દિવાળી સ્નેહમિલન ની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ તેમજ રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયા દ્વારા તેમની કંપનીના 1,000 કર્મચારીઓને સોલાર રૂફટોપ પેનલ્સ ભેટમાં આપવામા આવી હતી. કર્મચારીઓમાં પર્યાવરણની જાળવણી પ્રત્યે જાગૃતતા કેળવવા માટે SRK એકપોર્ટ્સ તેના કર્મચારીઓને ઘરે ‘રીન્યુએબલ એનર્જી’ નો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપે છે

SRK એક્સપોર્ટ્સના ફાઉન્ડર- ચેરમેન “ગોવિંદકાકા” એ આ અંગે જણાવ્યું હતું કે, “SRK કંપની એ હંમેશાં સમાજ અને પર્યાવરણને કંઇક પરત આપવા પ્રયાસ કર્યા છે. કર્મચારીઓને તેઓ પરિવારના સભ્યો જ ગણે છે કાર્યની કદરના ભાગ રૂપે તેમનામાં પર્યાવરણની જાળવણી પ્રત્યે જાગૃતતા કેળવવા અને તે માટે SRK એક્સપોર્ટ્સ તેના કર્મચારીઓને ઘરે ‘રીન્યુએબલ એનર્જી’ નો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપે છે..”SRK હંમેશા તેના પરિવારના સભ્યો સાથે-સાથે પર્યાવરણની સુરક્ષા અને સલામતીને મહત્વ આપે છે. અને એટલે જ દિવાળીની ઉજવણીના પ્રસંગે કર્મચારીઓની કર્તવ્યનિષ્ઠા અને સિદ્ધિઓને બિરદાવવા આ ભેટ આપી રહ્યા છે.

 • સોલાર રૂફ ટોપ પેનલ્સની ભેટ પર્યાવરણની જાળવણી સાથે પરિવારમાં પણ આર્થિક લાભદાયી બનશે 

એસઆરકે કંપનીમાં વર્ષોથી કામ કરતા 1000 કર્મચારીઓને આ વર્ષે બોનસરૂપી અમૂલ્ય ભેટ મળતા તેઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભેટ મેળવનાર કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દર વર્ષે દિવાળી બોનસ રૂપે અમને કંઈક ને કંઈક ભેટ આપવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે સરપ્રાઈઝ રૂપે સોલાર રૂફ ટોપ પેનલ્સ મળતા ઘણો આનંદ થઈ રહ્યો છે. આ એક એવી ભેટ છે કે જેને કારણે પર્યાવરણની જાળવણી તો થશે સાથે જ આ ભેટ ફક્ત અમને જ નહીં પરંતુ અમારા પરિવાર માટે પણ ખૂબ જ લાભદાઇ થશે. દિવાળી બોનસ માં મળેલ આ સોલાર રૂફટોપ પેનલ બે દાયકા સુધી અમારા પરિવાર માટે ઉપયોગી સાબિત થશે અને લાઈટ બિલનો ખર્ચ ઝીરો આવશે.

 • ગોવિંદ ધોળકિયા દ્વારા અમરોલીના દુધાળા ગામને સોલાર પેનલની ભેટ આપી 

 • SRK એક્સપોર્ટ્સ દ્વારા અગાઉ 750 શહીદ સૈનિકો અને કોરોના વોરિયર્સ ઘરે સોલર રૂફટોપ આપવાની જાહેરાત કરી હતી

ગુજરાતના અમરેલી જિલ્લાના દુધાળા ગામના વતની ગોવિંદ ધોળકિયા દ્વારા તેમના ગામના લગભગ 850 પરિવારોને સોલાર પેનલ ની ભેટ આપી છે જે બાદ હવે દુધાળા ગામ દેશનું પહેલું ગામ બની ગયું છે જે કોઈપણ સરકારી સબસીડી વિના સો ટકા સોલાર પાવરથી સંચાલિત થાય છે.

SRK એક્સપોર્ટ્સની સમાજ કલ્યાણની શાખા SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF) દ્વારા ઓગસ્ટમાં આવી જ રીતે 750 શહીદ સૈનિકો અને બીજા વીર જવાનો (કોરોના વોરિયર્સ) ઘરે સોલર રૂફટોપ આપવાની જાહેરાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર અને સોલાર ભારતના સપનાને સપોર્ટ કરવાની ભાવના તથા વિશ્વમાં ESG અમલ કરતી કંપનીઓમાં અગ્રણી બનવા અને આ નેતૃત્વને મજબૂત કરવા માટે ગ્લોબલ નેટવર્ક ફોર ઝીરો સાથેની ભાગીદારી કરીને આ સાહસિક શરૂઆત કરી છે.સાથે સાથે SRK કંપનીએ ભારતના વર્ષ 2030 સુધીમાં આ સિદ્ધિ હાંસલ કરવાના લક્ષ્ય કરતાં છ વર્ષ વહેલા એટલે કે 2024 સુધીમાં તેની બંને ડાયમંડ ક્રાફ્ટિંગ બિલ્ડીંગ માટે ઝીરો એમીશન સુધી પહોંચવાનો સંકલ્પ લીધો છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *