કોરોના સામે રક્ષણ : પ્રિકોશન ડોઝ લેવા સ્વયંભૂ જાગૃતિ, એક જ દિવસમાં 1080 લોકોએ લીધી વેક્સીન
ચીનમાં (China) વધી રહેલા કોરોના(Corona) કેસને કારણે ફરીથી ભયનો માહોલ ઊભો કર્યો છે. ભારતમાં (India) કો૨ોનાના કેસ ખૂબ જ ઓછા નોંધાતા હોવાથી કોઈ ગાઈડલાઈન ન હતી. જેથી તમામ દેશોમાં લોકો પ્રવાસ કરી રહ્યા છે. જેના કારણે હવે કોરોના વક૨વાની ભીતિ સેવાઈ રહી છે. જેના કારણે કેન્દ્ર સરકારે લોકોને ફરીવા૨ કોરોના માટેના નિયમો પાળવા માટે અપીલ કરી છે. સુરત શહેરમાં પણ લોકો સ્વયંભૂ વેક્સિન લેવા માટે પડાપડી કરી રહ્યા છે.
પરંતુ છેલ્લા 15 દિવસથી શહેરમાં વેક્સિનનો સ્ટોક જ ન હતો. પરંતુ ફરીવાર સ્ટોક આવતાં જ લોકો વેક્સિન લેવા પહોંચી રહ્યા છે. અને મંગળવારે એક જ દિવસમાં 1080 લોકોએ વેક્સિન લીધી હતી. સુરત શહેરમાં સાવચેતીના ભાગરૂપે હવે લોકો સામે ચાલીને પ્રિકોશન ડોઝ લેવા જઈ રહ્યા છે. પરંતુ ઘણાં વેક્સિનેશન સેન્ટર પર કોવિશિલ્ડ વેક્સિનની હજી પણ ઘટ જોવા મળી રહી હતી.
જેથી મનપા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ 2 લાખ ડોઝની માંગ કરી હતી. સરકારમાંથી 20 હજાર ડોઝ આવ્યા હતા. જેથી મનપા દ્વારા 61 વેક્સિનેશન સેન્ટર પર ડોઝ આપવાની કામગીરી કરી હતી, જેમાં મંગળવારે દિવસ દરમિયાન 1080 લોકોએ વેક્સિન લીધી હતી. 950 લોકોએ બુસ્ટર ડોઝ, જ્યારે 130 લોકોએ બીજો ડોઝ લીધો હતો.