માતા બન્યા બાદ ફરી ફિલ્મોમાં કમબેક કરવા સોનમ કપૂર તૈયાર : વર્ષમાં બે ફિલ્મો કરશે પૂર્ણ
માતા (Mother) બન્યા પછી અભિનેત્રીઓએ પોતાના બાળકને સમય આપવા માટે પોતાનું કામ સંભાળવું પડે છે. નીરજા ફિલ્મની અભિનેત્રી સોનમ કપૂર પણ હવે આવું જ કંઈક કરવા જઈ રહી છે. વર્ષ 2022માં માતા બનેલી સોનમ હવે ફિલ્મોમાં પરત ફરવાની તૈયારી કરી રહી છે.
પરંતુ તે પહેલા તેણે પોતાના માટે કેટલાક નિયમો બનાવ્યા છે. આ નિયમો હેઠળ સોનમ વર્ષમાં માત્ર બે જ પ્રોજેક્ટ કરશે. વધુ વિગત આપતાં, સોનમ કહે છે, “મને હંમેશા એવા પ્રોજેક્ટ્સનો ભાગ બનવું ગમ્યું કે જેણે દર્શકોનું મનોરંજન કર્યું હોય. હવે હું વર્ષમાં બે જ પ્રોજેક્ટ કરવા માંગુ છું. હું મનોરંજક વાર્તા શોધી રહી છું. હું એવા વિષયો તરફ આકર્ષિત થઈ રહી છું જે વધુ પ્રેક્ષકોને આકર્ષિત કરે છે જેથી અમે એક કુટુંબ તરીકે, એક સાથે બેસીને ફિલ્મો જોઈ શકીએ.
મને હજુ પણ યાદ છે કે હું એક્ટર કેમ બનવા માંગતી હતી. જ્યારે હું નાની હતી ત્યારે મને એવી ફિલ્મો પસંદ હતી જે હું મારા આખા પરિવાર સાથે જોઈ શકું. મારા પરિવાર સાથે ફિલ્મો જોતી વખતે હું લાગણીઓની શ્રેણીમાંથી પસાર થઇ છું. એ ક્ષણો હજુ પણ મારા જીવનની સૌથી સુંદર યાદોમાંની એક છે. હું આજે પણ આ જ પ્રકારના સિનેમાનો ભાગ બનવા માંગુ છું. કોમર્શિયલ અને ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મો મારા માટે હંમેશા પ્રાથમિકતા રહી છે. હું આવી ફિલ્મોથી કમબેક કરવા માંગુ છું. સોનમે પહેલાથી જ બે પ્રોજેક્ટ પસંદ કર્યા છે જેના માટે તે આવતા વર્ષે શૂટિંગ શરૂ કરશે.