શોએબ અખ્તરે કરી ભવિષ્યવાણી : આ ત્રણ ટીમમાંથી કોઈ એક જીતશે વર્લ્ડકપનો ખિતાબ
પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું(Shoaib Akhtar) માનવું છે કે ભારત દ્વારા આયોજિત થનારો ODI વર્લ્ડ કપ 2023 છેલ્લા 50-60 વર્ષમાં શ્રેષ્ઠ ટૂર્નામેન્ટ હશે. રાવલપિંડી એક્સપ્રેસ તરીકે જાણીતા અખ્તરે એ પણ જણાવ્યું કે આ વર્ષે વર્લ્ડ કપનો ખિતાબ જીતવા માટે ત્રણ સૌથી પ્રબળ દાવેદાર કોણ છે.
શોએબ અખ્તરે કહ્યું કે ભારતની સાથે સાથે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન ICC ODI વર્લ્ડ કપ 2023નું ટાઈટલ જીતવાના પ્રબળ દાવેદાર છે. શોએબ અખ્તરે એ પણ જણાવ્યું કે પાકિસ્તાને મેદાન પર કયું બોલિંગ એટેક લેવો જોઈએ.
શોએબ અખ્તરે શું કહ્યું?
વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. ત્યારે પાકિસ્તાન અન્ડરડોગ બની જશે. જ્યારે બંને ટીમો મેદાનમાં સામસામે હોય ત્યારે વર્લ્ડ કપ વિશે કોઈ વાત કરશે નહીં. આ મેચ સંપૂર્ણપણે ભારત વિરુદ્ધ પાકિસ્તાનની હશે. હું માનું છું કે છેલ્લા 50-60 વર્ષમાં આ સર્વશ્રેષ્ઠ વર્લ્ડ કપ બનવા જઈ રહ્યો છે.
શોએબ અખ્તરે સ્ટાર સ્પોર્ટ્સ શો ‘ફ્રેનેમીઝ’માં કહ્યું હતું કે પાકિસ્તાનને ટાઇટલ જીતવા માટે તેના બોલિંગ આક્રમણનો યોગ્ય ઉપયોગ કરવાની જરૂર પડશે. તેણે સૂચન કર્યું કે પાકિસ્તાને ત્રણ ઝડપી બોલરો અને બે સ્પિનરો સાથે ટુર્નામેન્ટમાં ભાગ લેવો જોઈએ.
આ ત્રણેય ટીમો ખિતાબની પ્રબળ દાવેદાર છે
ભારત હોસ્ટિંગ કરી રહ્યું છે અને તે સર્વશ્રેષ્ઠ વર્લ્ડ કપ બનવા જઈ રહ્યો છે. હું ઈચ્છું છું કે ભારત આ વર્લ્ડ કપનો ભરપૂર ઉપયોગ કરે. પરંતુ પાકિસ્તાન અંડરડોગ હશે. પાકિસ્તાને ત્રણ ઝડપી બોલરો, એક ઝડપી બોલર ઓલરાઉન્ડર અને બે સ્પિનરો સાથે મેદાનમાં ઉતરવાનું રહેશે. ઈંગ્લેન્ડ અને ભારતની સાથે પાકિસ્તાનની ટીમ પણ ખિતાબની પ્રબળ દાવેદાર છે.