Surat: આ સલૂન માલિકે PM ના જન્મદિવસે આપ્યું તગડું ડિસ્કાઉન્ટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. ભાજપના કાર્યકરો નેતાઓ સહિત દેશના નાગરિકો પણ વડાપ્રધાનના જન્મદિવસ પોતપોતાની રીતે અલગ અંદાજમાં ઉજવી રહ્યા છે.સુરતમાં ભરમાં પણ મોદીના જન્મદિવસ નિમિત્તે અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે, ત્યારે એક સલુન માલિકે પણ વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે પોતાના સલૂનમાં આવતા દરેક ગ્રાહક માટે આ દિવસે ખાસ ઓફર આપી છે એટલું જ નહીં પરંતુ તેણે કેન્સર પીડિત દર્દીઓ માટે પોતાના વાળ પણ ડોનેટ કરી દીધા છે.
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72 માં જન્મદિવસની ઉજવણી ને લઇ દરેક લોકોમાં એક આગવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે ત્યારે સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં અનેક કાર્યક્રમો વચ્ચે એક સલૂન માલિકે વડાપ્રધાન ની જન્મદિવસની ઉજવણી ના ભાગરૂપે સલૂનની દરેક સર્વિસ અડધા ભાવે કરી આપવાની જાહેરાત કરી છે. એટલે કે આજે સલૂનમાં કોઈપણ સર્વિસ માટે જે પણ ગ્રાહક આવશે તેમને 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, આ ઓફર વિશે પહેલેથી જ તેમને જાહેરાત કરતા ઘણી એપોઇન્ટમેન્ટ પહેલેથીજબુક કરી લોકો આજે આ ઓફરનો લાભ લઈ રહ્યા છે.
સલૂન માલિકે વડાપ્રધાન ના કામોથી પ્રભાવિત થઈ પોતાના વાળ પણ કર્યા ડોનટ
સલૂન માલિકે વડાપ્રધાનના કામોથી પ્રભાવિત થઈને આજના દિવસે આ ડિસ્કાઉન્ટ રાખ્યું હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં પરંતુ સલૂન માલિક મહેશભાઇ લાંબાએ પોતાના વાળ જેની તેઓ ખાસ કાળજી રાખે છે અને તેમને વાળ લાંબા રાખવાનો શોખ હોવાથી ઘણા વર્ષોથી વાળની માવજાત કરી વાળ વધાર્યા હતા ત્યારે વડાપ્રધાનના આ જન્મ દિવસ પર તેઓએ પોતાના વાળ પણ કઢાવી કેન્સર પીડિત દર્દીઓ માટે દાન કર્યા છે. તેઓ જણાવે છે કે આપણે પોતે સ્વસ્થ હોવાથી નવા વાળ આવી શકે છે પણ કેન્સર પીડિત દર્દીઓને વાળ પાછા આવવા મુશ્કેલ હોય માટે તેમને દાન કરવાનું વિચાર આવ્યો હતો. અને ગરીબ દર્દીઓને આ વાળની વિક મફતમાં મળે તેવી આશા વ્યક્ત કરી હતી.
દેશ સહિત સુરતમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી રહી છે. રાજકીય વર્ગો અનેક સેવાકીય કાર્યો અને, કાર્યક્રમો થકી જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે , તો બીજી તરફ શહેરીજનો સફાઈ ઝુંબેશ, મોદીના લાંબા આયુષ્ય માટે યજ્ઞ પૂજા, તો ક્યાંક રેસ્ટોરન્ટમાં મોટા ડિસ્કાઉન્ટ આપી અલગ અલગ રીતે મોદીનો જન્મદિવસ ઉજવી રહ્યા છે.