Surat:૩૬મી નેશનલ ગેમ્સ માટે શહેરમાં રમતલક્ષી માહોલ બનાવવા લોકોને સહભાગી થવા તંત્રની અપીલ

0

આગામી ૨૦ સપ્ટેમ્બરથી ૩૬મી નેશનલ ગેમ્સના ભાગરૂપે સુરત ખાતે કુલ ૪ સ્પર્ધાઓનો તબક્કાવાર પ્રારંભ થઇ રહ્યો છે. સુરત મનપા અને જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધાને સુરતમાં સફળ બનાવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને શહેરમાં નેશનલ ગેમ્સ સંદર્ભે સ્પોર્ટ્સલક્ષી માહોલ ઊભો કરવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે આગામી ૧૮ સપ્ટેમ્બરથી ૨૦ સપ્ટેમ્બર સુધી કેનાલ પાસે-અણુવ્રત દ્વારથી વીઆઇપી જંક્શન સુધી ત્રિ-દિવસીય સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે મનપા દ્વારા સત્તાવાર આ અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયર હેમાલી બોઘાવાલા અને મનપા કમિશનર પાનીએ જણાવ્યું કે, નેશનલ ગેમ્સના આયોજન અંગેની જવાબદારી ઇન્ડિયન ઓલિમ્પિક એસો. દ્વારા ગુજરાત રાજ્યને સોંપવામાં આવી છે. ચાલુ વર્ષે રમાનાર નેશનલ ગેમ્સના કુલ ૩૬ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં દેશના ૩૬ રાજ્યો-યુનિયન ટેરેટરીના ખેલાડીઓ ભાગ લેશે. ગુજરાતના કુલ ૬ શહેરોમાં ૩૬ ગેમ્સનું આયોજનર કારવામાં આવ્યું છે.

ગાંધીનગર ખાતે ૧૧ અને સુરત ખાતે ૪ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના વિવિધ રાજ્યોમાંથી આવતાં રાષ્ટ્રીયકક્ષાના રમતવીરોને સુરતની સંસ્કૃતિથી પરિચિત કરાવવા અને શહેરમાં રમતલક્ષી માહોલ ઊભો કરવાના હેતુથી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન સતત થઇ રહ્યું છે. વિવિધ શાળા, યુનિવર્સિટી, સંસ્થાઓ, ગ્રુપોનો સહકાર તંત્રને સતત મળી રહ્યો છે. સ્પોર્ટ્સ કાર્નિવલ સ્થળે ૧૮ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર સુધી શહેરના અત્યાર સુધીના સૌથી લાંબા ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે જેમાં ૨૦૦થી વધુ ખાણી-પીણીના સ્ટોલ રહેશે.

૨૦ સપ્ટેમ્બરના રોજ નેશનલ ગેમ્સના થીમ આધારિત રાજ્યમાં રમાનાર તમામ ૩૬ ગેમ્સના સીમબોલ સાથે શાળાના વિદ્યાર્થીઓ તથા સ્થાનિક સ્પોર્ટ્સ એસોસિએશનોને જોડીને પ્લાટૂન રેલીનું આયોજન કરવામાં આવશે તથા ૧૨ ઓક્ટોબરના રોજ સુરત ઇન્ડોર કે સ્ટેડિયમ ખાતે નેશનલ ગેમ્સની સમાપન વિધિનો કાર્યક્રમ યોજાશે. તમામ સ્પર્ધામાં વિજેતા થયેલ ખેલાડીઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *