રાખી સાવંતે લગ્ન બાદ બદલ્યો ધર્મ : તસ્લીમા નસરીને ઇસ્લામ પર આપી આ પ્રતિક્રિયા

0
Rakhi Sawant changed religion after marriage: Taslima Nasrin gave this reaction to Islam

રાખી સાવંતનું(Rakhi Savant ) નામ હંમેશા એક યા બીજા કારણે ચર્ચામાં (Controversy )રહે છે. છેલ્લી વાર જ્યારે રાખી સાવંતના લગ્ન (Marriage )થયા હતા, તે દરમિયાન તેના પતિ વિશે સસ્પેન્સ હતું. તેનો પતિ કોણ છે તે જાણવા માટે દરેકને લાંબા સમય સુધી રાહ જોવી પડી. બાદમાં તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને તેઓ અલગ થઈ ગયા. હવે રાખી સાવંતની કેટલીક તસવીરો સામે આવી છે જેના પરથી જાણવા મળે છે કે તેણે ફરીથી લગ્ન કરી લીધા છે. આ વખતે તેણે એક મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કર્યા છે અને તેનું નામ પણ બદલ્યું છે. આ અંગે તસ્લીમા નસરીને પ્રતિક્રિયા આપી છે.

રાખી સાવંતનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે આદિલ ખાન દુર્રાની નામના વ્યક્તિ સાથે જોવા મળી રહી છે. સૂત્રોને ટાંકીને એવું પણ સાંભળવામાં આવ્યું છે કે તેણે લગ્ન બાદ પોતાનું નામ રાખીથી બદલીને ફાતિમા રાખ્યું છે. પરંતુ અત્યાર સુધી, રાખીની તરફથી તેના લગ્ન વિશે કે તેના બદલાયેલા નામ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ તસ્લીમા નસરીને આ અંગે પ્રતિક્રિયા આપી છે. સામાન્ય રીતે મુસ્લિમ ધર્મ પર પ્રતિક્રિયા આપતી તસ્લીમા નસરીને ફરી એકવાર રાખી દ્વારા ઈસ્લામ પર નિશાન સાધ્યું છે.

 

તસ્લીમાએ ટ્વિટમાં શું કહ્યું?

આના પર ટ્વીટ કરીને તેણે લખ્યું- ‘રાખી સાવંતે પણ મુસ્લિમ સાથે લગ્ન કરવા માટે ઈસ્લામ કબૂલ કરવો પડ્યો. અન્ય ધર્મોની જેમ હવે મુસ્લિમ ધર્મે પણ આગળ વધવું જોઈએ. તેઓએ હવે બિન-મુસ્લિમ અને મુસ્લિમ વચ્ચેના લગ્નને સામાન્ય બનાવવાની જરૂર છે.

 

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *