છેલ્લા શ્વાસ સુધીની સજા : બાળકીઓ સાથેના બળાત્કારના બે કેસમાં સુરત કોર્ટનો હુકમ

0
Punishment till last breath: Surat court order in two girl child rape cases

Punishment till last breath: Surat court order in two girl child rape cases

વર્ષ 2020માં લોકડાઉન(Lokdown) સમયે સુરત(Surat) શહેરના અશ્વનીકુમાર રોડ(Road) ઉપર આવેલા સ્મશાન ગૃહની નજીક ઝાડી-ઝાંખરામાં ચાર વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર નરાધમને કોર્ટે કસૂરવાર ઠેરવી આજીવન કેદ (છેલ્લા શ્વાસ સુધી)ની સજા અને 10 હજાર રૂપિયાના દંડનો હુકમ કર્યો હતો

આ કેસની વિગત મુજબ કતારગામ ઉત્કલનગર ઝુપડપટ્ટીમાં ઉત્તરપ્રદેશનું પરિવાર રહેતું હતું. આ પરિવારની ચાર વર્ષની બાળકી બપોરના સાડા ત્રણ વાગ્યા બાદ નિર્માણ ઇન્ડસ્ટ્રિયલ પાછળ ખુલ્લા પોપડામાં લઘુશંકા કરવા માટે ગઈ હતી. દરમિયાન અજાણ્યો નરાધમ ચાર વર્ષની બાળકીને અશ્વનિકુમાર રોડ પર આવેલા સ્મશાન ગૃહની નજીક ઊંચકીને લઈ ગયો હતો. ત્યારબાદ ઝાડીઝાંખરામાં લઇને નરાધમે નાની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.

બળાત્કાર તથા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોય બાળકી રડવા લાગતા જે રડવાનો અવાજ ત્યાં નિર્માણ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ ખાતામાં હાજર સાહેદ સાંભળી લોખંડની જાળી વાટે જોઈ જતા જેઓએ બુમો પાડતા બાળકીને પથ્થર પર ફેંકી નાસી ગયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ બાળકીના પરિવારને થતાં તેમને તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી નરાધમની શોધખોળ શરૂ કરી હતી.

પોલીસે નરાધમની શોધખોળ કરવા માટે આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા નરાધમ રેલવે ફાટક તરફ બાળકી લઈ જતો હોવાનું કેદ થઈ ગયો હતો. જેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નરાધમની શોધખોળ શરૂ કરી હતી અને આરોપીને પકડવા માટે ડોગ સ્કવોર્ડ અને ક્રાઇમ બ્રાન્ચની પણ મદદ લીધી છે. અને અંતે સીસીટીવી ફૂટેજ આધારે પોલીસે આરોપી નિતેશ રામનરેશસીંગ રાજપુતને ઝડપી પડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમજ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરતાં આ કેસ ઈન્સાફી કાર્યવાહી હેઠળ હતો. જે કેસ ચાલી જતાં કોર્ટે મૌખિક અને દસ્તાવેજી પુરાવા આધારે આરોપી નિતેશ રાજપુતને કસૂરવાર ઠેરવી આજીવન કેદ (છેલ્લા શ્વાસ સુધી )ની સજા અને 10 હજાર રૂપિયાના દંડનો હુકમ કર્યો હતો જજે પોતાના હુકમમાં ટાંક્યું હતું કે આરોપીની ઉમર ધ્યાને લેતા તે 27 વર્ષની ઉમર ધરાવે છે અને ભોગબનનાર બાળા બનાવ સમયે માત્ર 4 વર્ષની ઉંમરની હતી. તે વિગતોને ધ્યાને લીધેલ છે. તેમજ, આવા પ્રકારના ગુનાઓમાં આરોપી ઉપર જો દયા દાખવવામાં આવે તો આવા ગુનાઓને પ્રોત્સાહન મળે અને સમાજમાં પણ તેનો ખરાબ સંદેશ જાય તેમ છે. તેથી આરોપી કોઇપણ પ્રકારની દયાને પાત્ર નથી.

સચીન જીઆઈડીસીની બાળા પર બળાત્કાર કરનારને પણ છેલ્લા શ્વાસ સુધીની સજા

સચિન જીઆઇડીસી ખાતે આઠ માસ પહેલા ચાર વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર નરાધામને કોર્ટે પુરાવા આધારે કસૂરવાર ઠેરવી આજીવન કેદ (છેલ્લા શ્વાસ સુધી)ની સજા અને ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો.

આ કેસની વિગત એવી હતી કે 10 મે 2021 ના રોજ રાત્રિના સાડા નવ વાગ્યાના સમયગાળા દરમિયાન સચિન જીઆઇડીસી ખાતે રહેતા યુપીવાસી પરિવારની ચાર વર્ષની પુત્રી તેના ભાઈ સાથે બીજા માલની અગાસી પર રમતા હતા. દરમિયાન રમતા રમતા પગથિયા પાસે પહોંચેલી બાળકીનું નજીકમાં જ રહેતા આરોપી સોનુ ઉર્ફે બંટી ૨માશંકર વર્માએ અપહરણ કર્યું હતું અને પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યારે તેણે બાળકીને રૂમમાં ગોંધી રાખતા તેણી રડવા લાગી હતી.

જેથી નરાધમ બંટીએ તેણીને ચપ્પુ બતાવી બળાત્કાર ગુજારી લોહીલુહાણ કરી હતી. બાળકી નજર નહીં આવતા તેણી માતાએ શોધખોળ આદરી હતી. દરમિયાન પોતાના પુત્રને પૂછતાં તેણે બંટી અંકલ તેની બહેનને નીચે લઈ ગયા હોવાનું જણાવ્યું હતું જેથી માતા બન્ટીની રૂમ પર જતાં દરવાજો અંદરથી બંધ હતો. અને રૂમમાંથી પુત્રીનો રડવાનો અવાજ આવતો હતો. દરવાજો ખટખટાવવા છતાં નહીં ખોલતા અંતે એકઠા થયેલા લોકો દ્વારા તોડવામાં આવ્યો હતો. બાદમાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા પીડિતાની માતાએ સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો દાખલ કરી આરોપી સોનુ ઉર્ફે બંટીની ધરપકડ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટેઆરોપી સોનુ ઉર્ફે બંટી વર્માને કસૂરવાર ઠેરવી આજીવન કેદ (છેલ્લા શ્વાસ સુધી)ની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો હતો.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *