Surat:ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા મેડીકલ સ્ટોર પર પોલીસના દરોડા

0

સુરતના સ્ટેશન વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા મેડીકલ સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા હતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી તેમજ ડમી ગ્રાહક મોકલી એસઓજી પોલીસે મેડીકલ સ્ટોર પર દરોડો પાડી સીરપની ૨૦ નંગ બોટલો કબજે કરી હતી

સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરના ધ્યાને આવ્યું હતું કે સુરત શહેર વિસ્તારમાં ચાલતા કેટલાક મેડીકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપ તથા ટેબ્લેટ અને નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે તેમજ આવા ડ્રગ્સનો ઉપયોગ ખાસ કરીને ગુનેગારો ગુનો આચરતા પૂર્વે કરતા હોય તથા યુવાધન આવી ગોળી તથા સીરપનું સેવન કરીને નશાખોરીના રવાડે ચડી રહ્યું છે જેથી આવા મેડીકલ સ્ટોર શોધી કાર્યવાહી કરવા સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે સુચના આપી હતી

દરમ્યાન સુરત એસઓજી પોલીસને માહિતી મળી હતી કે સુરત બસ સ્ટેશનની સામે આવેલી અમી મેડીકોસ નામના મેડીકલ સ્ટોર પરથી ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક દવાઓ વેચાઈ રહી છે. માહિતીના આધારે એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી ડમી ગ્રાહક મોકલ્યો હતો જેમાં મેડીકલ સ્ટોરના સંચાલક રીષુસિહ સંજયસિહ રાજપૂત દ્વારા કોઈ પણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુકત દવાનું વેચાણ પોતાના મેડીકલ સ્ટોર પરથી કર્યું હતું જે બાદ એસઓજી પોલીસે મેડીકલ સ્ટોરમાં દરોડો પાડ્યો હતો અને અહીંથી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી અને પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી સીરપની નાની મોટી ૨૦ નંગ બોટલો કબજે કરી હતી

પોલીસે જણાવ્યું હતું કે મેડીકલ સ્ટોરમાંથી મળી આવેલ અને પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી ટેબ્લેટ તથા સીરપના જત્થા બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ તેઓની તપાસ દરમ્યાન ગેરકાયદેસર જણાઈ આવ્યેથી તેઓ દ્વારા મેડીકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *