દિલ્હીમાં 40 લાખની ગાડીમાં આવેલા લોકોએ કરી કુંડાની ચોરી : વિડીયો થયો વાયરલ
આજે દિલ્હીને (Delhi) અડીને આવેલા સાયબર(Cyber) સિટી એટલે કે ગુરુગ્રામથી આવા સમાચાર આવ્યા છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. અહીં બે લોકો શંકર ચોક પાસે G-20 કોન્ફરન્સ માટે શણગારવામાં આવેલા ફૂલના કુંડાની ચોરી કરતા જોવા મળે છે. નવાઈની વાત એ છે કે આ કુંડા ચોર લગભગ 40 લાખની કિંમતની કારમાં સવાર થઈને આવ્યા હતા.
ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ગુરુગ્રામ પોલીસ એક્શનમાં આવી ગઈ અને આરોપીની કારની ઓળખ કરી. પોલીસે જણાવ્યું કે આરોપી વન વિભાગનો અધિકારી છે, તેની ઓળખ થઈ ગઈ છે. ટૂંક સમયમાં આ કેસમાં આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
Because no amount of money can buy class! What a shameful videos, this!
— Prashant Kumar (@scribe_prashant) February 28, 2023
પોલીસે જણાવ્યું કે આજથી ગુરુગ્રામમાં G-20 કોન્ફરન્સના કેટલાક કાર્યક્રમો મળશે, જે અંતર્ગત મહેમાનો અહીંની હોટલ લીલામાં રોકાશે. આ માટે GMDA (ગુરુગ્રામ ડેવલપમેન્ટ ઓથોરિટી) એ રસ્તાઓ પર રંગબેરંગી ફૂલોથી શણગારેલા ફૂલના કુંડા મુક્યા છે.
મંગળવારે એક વીડિયો વાયરલ થયો હતો જેમાં બે લોકો શંકર ચોક પાસે કિયા કારમાંથી નીચે ઉતર્યા હતા અને ફૂલના કુંડા ઉપાડ્યા હતા અને કારમાં ભરીને ભાગી ગયા હતા. આ વીડિયો થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો હતો, ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી ગઈ અને આરોપીની ઓળખ કરી લીધી.