પાકિસ્તાનમાં ઝડપથી બગડી રહી છે આર્થિક સ્થિતિ , મોટી સંખ્યામાં પાકિસ્તાની નાગરિકો દેશ છોડવા તૈયાર

0

પાકિસ્તાની જાણીતા અર્થશાસ્ત્રી આતિફ મિયાંએ કહ્યું છે કે આવનારી આર્થિક કટોકટી, રાજકીય અસ્થિરતા, વધતી જતી ખાદ્ય મોંઘવારી અને આતંકવાદી હુમલાઓને કારણે મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓ દેશ છોડવા માટે તૈયાર છે. પાકિસ્તાનમાં અહમદી સમુદાયના આતિફની પાંચ વર્ષ પહેલા નોકરી ગઈ હતી.

તેમણે વોઈસ ઓફ અમેરિકા (VOA)માં દેશની સ્થિતિ પર એક લેખ લખ્યો છે. બગડતી આર્થિક સ્થિતિ પર કટાક્ષ કરતા અર્થશાસ્ત્રી આતિફ મિયાંએ લખ્યું, “પાકિસ્તાન એક એવી જગ્યા છે જ્યાં રોકાણકારો જવા માટે તૈયાર નથી, જ્યારે વિઝા Google Trends Pakistan પર સૌથી વધુ સર્ચ કરાયેલા શબ્દોમાંનો એક છે.”

તેમના મતે ભારત કે બાંગ્લાદેશમાં આટલી મોટી સંખ્યામાં શોધ જોવા મળતી નથી. આ દર્શાવે છે કે મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓ દેશ છોડવા માટે તૈયાર છે. આતિફ મિયાંના મતે, રાજકારણીઓ હોય, અમલદારો હોય કે લશ્કરી સંસ્થાન, આજે સરકારે લોકોમાં તેની વિશ્વસનીયતા ગુમાવી ચૂકી છે.

ભારત પ્રવાસને દ્વિપક્ષીય સંદર્ભમાં જોતા નથી: બિલાવલ ભુટ્ટો

ઈસ્લામાબાદ. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો-ઝરદારીએ કહ્યું છે કે ભારતમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કાઉન્સિલની બેઠકમાં તેમની ભાગીદારી ચાર્ટર પ્રત્યે ઈસ્લામાબાદની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેને દ્વિપક્ષીય સંબંધોના સંદર્ભમાં ન જોવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *