Surat:કોરોનાના ભય વચ્ચે કોવીડ હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટને જ ઓક્સિજનની જરૂરત
• કોરોના સંક્રમણની ભીતિને ધ્યાને રાખીને સુરત આરોગ્ય તંત્ર એકશનમા: 50-50 બેડની ચાર હોસ્પિટલ શરૂ કરી
શહેરમાં છેલ્લા ઘણા મહિનાઓથી કોરોનાના કેસ નહિવત પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે. છેલ્લા 1 અઠવાડિયામાં શહેરમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. પરંતુ હાલ ચીનમાં જે પરિસ્થિતિ છે તે જોતા ભારતમાં પણ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ત્યારે સુરત મનપા તંત્રએ પણ મીટીંગો ના ડોર શરૂ કર્યો છે.અને સુરતમાં 50-50 બેડની ચાર હોસ્પિટલ શરૂ કરી કરવામની વાત કરી છે.પરંતુ આ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં જ ઓક્સિજન પ્લાન્ટ બિસ્માર હાલત માં જોવા મળ્યો છે. કોરોનાની ત્રીજી લહેર વખતે આ ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો હતો.
કોરોનાના નવા વેરિયન્ટને લઇ એક તરફ સુરત મનપા તંત્ર એકશન મોડમાં આવ્યું છે. અને મીટીંગોનો ધમધમાટ શરૂ કર્યો છે. પરંતુ આ વચ્ચે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી કોવિડ હોસ્પિટલમાં જ ઓક્સિજન પ્લાન્ટ બિસ્માર સ્થિતિમાં જોવા મળ્યો છે. કોરોનાની ત્રણ ત્રણ લહેર પૂરી થઈ ગયા ત્યાર બાદ આ ઓક્સિજન પ્લાન્ટની કોઈ દરકાર લેવામાં આવી નથી તેવું વર્તાય રહ્યું છે.સુરત સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડીંગની બાજુમાં આ ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે.પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે ઓક્સિજન પ્લાન્ટના અંદર જ વનસ્પતિ પણ ઉગી ગઈ છે ,સાથે સાથે ઠેર ઠેર મશીનરી ઉપર ધૂળ પણ જોવા મળી રહી છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા કોવિડને લઈને સચેત રહેવાની સૂચના આપ્યા બાદ નિંદ્રાદિન તંત્ર આ પ્લાન્ટ સામે પણ નજર કરે તે જરૂરી બન્યું છે .
ચીનમાં વકરેલા કોરોના વાયરસને કારણે ફરી એક વાર દેશમાં કોરોનાના નવા વેરિયન્ટને ચિંતા વધી છે.કોરોના સંક્રમણની ભીતિને ધ્યાને રાખીને આરોગ્ય મંત્રાલય દ્વારા જરૂરી દિશા – નિર્દેશો પાઠવવામાં આવ્યા છે. જેના ભાગરૂપે સુરત મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. જે અંતર્ગત સુરત આરોગ્ય ડે.કમિશનર આશિષ નાયક દ્વારા તબીબો ની બેઠક બોલાવાઈ હતી.પાલિકા ના રાંદેર ઝોનમાં આ મીટીંગ મળી હતી. જેમાં કોરોનાના નવા વેરીએન્ટ સામે કઈ રીતે તકેદારી રાખવી અને પૂર્વ તૈયારીને લઈ ચર્ચા કરવામાં આવી હતી.સુરત પાલિકા દ્વારા કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે અને પૂર્વ તૈયારીના ભાગરૂપે સુરતના અડાજણ ,પાલ ,વેસુ , પાંડેસરા ખાતે હોસ્પિટલનું આયોજન કર્યું છે. હાલ પાલિકાની ટીમ દ્વારા 50 બેડ ની હોસ્પિટલો તૈયાર કરવામાં આવી છે.અને આ હોસ્પિટલમાં ઓકસીજન બેડ સુવિધા સહિતની તૈયારી રખાઈ છે.આ સાથે જ પાલિકા કર્મીઓની મળેલી બેઠકમાં આગામી દિવસોમાં ટેસ્ટિંગ સહિત નવા વેરીયન્ટ ને પહોંચી વળવા તાકીદ કરાઇ છે.