સુરતના ડુમસ બીચ પર આજથી નેશનલ લેવલની ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ : રમતવીરોમાં જોશ, સુરતીઓમાં ઉત્સાહ

0

દેશમાં પ્રથમવાર સુરતના ડુમસ બીચ ઉપર ઓલ ઈન્ડિયા ફુટબોલ ટુર્નામેન્ટ દ્વારા 26 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી બીચ સોકર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં કુલ 19 રાજ્યની ટીમોએ ભાગ લીધો છે.આ તમામ ટીમોને ગ્રુપ વાઇસ રમાડવામાં આવનાર છે.

આજે આ ચેમ્પિયનશીપના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહ્યા હતા. તેઓએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ કૈલાશ ચોબે પણ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સુરતની ઉત્સવપ્રિય જનતાને આ ટુર્નામેન્ટ માણવાની ખૂબ મજા પડશે. સી.આર.પાટીલે પણ મેચ નિહાળી હતી.

આ બાબતે ઓલ ઇન્ડિયા બીચ ફુટબોલ ચેરમેન જીગ્નેશ પાટીલે જણાવ્યું કે, ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડ્રેશન દ્વારા હીરો બીચ સોકર ચેમ્પિયનશીપ 2022-23નું આપણા સુરત ડુમસ બીચ ઉપર યોજવા જઈ રહ્યું છે. જે આજથી જાન્યુઆરીથી લઇ 1 ફેબ્રુઆરી સુધી રમાડવામાં આવશે.અને દેશમાં પહેલી જ વખત બીચ સોકર થઇ રહ્યું છે. ખાસ વાત એ છે કે આપણા સુરતના ડુમસ બીચ ઉપર થવા જઈ રહ્યું છે અને આ ટુર્નામેન્ટમાં કુલ 19 રાજ્યની ટીમોએ ભાગ લીધો છે. આ આપણી માટે ગૌરવની વાત છે. આજે ધ્વજવંદન પણ બીચ પર જ કરવામાં આવ્યો હતો

ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ કલ્યાણ ચૌબે અને રશિયા થી મિસ્ટર ઇલેઝેન્ડર જેઓ રશિયામાં ગવર્મેન્ટમાં કામ કરે છે તે પણ મહેમાન તરીકે આવ્યા હતા. આ બીચ સોકર ટુર્નામેન્ટની શરૂઆત થાય તે પહેલા ધ્વજવંદન કરાયું હતું. ત્યારબાદ ગણેશ વંદના અને પછી મેચ ચાલુ કરવામાં આવી હતી. સાત દિવસની અંદર કુલ 56 મેચ રમાડવામાં આવશે. બહારથી આવનાર તમામ ટીમના ખેલાડીઓ માટે શહેરના અલગ અલગ હોટલોમાં રહેવા અને જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

ફૂટબોલ ચેમ્પિયન શિપમાં ભાગ લેનાર રમતવીરોએ પણ ખૂબ ઉત્સાહ બતાવ્યો હતો કારણ કે નેશનલ લેવલની આ પ્રથમ ચેમ્પિયનશિપ છે. જેના થકી તેઓને વર્લ્ડ લેવલ પર ઇન્ડિયન ટિમ નું પ્રતિનિધિત્વ કરવા પ્લેટફોર્મ મળશે. સુરતના લોકો પણ ગુજરાતની ટીમનો ઉત્સાહ વધારવા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *