National : ગુલામ નબી આઝાદ કોંગ્રેસના તમામ પદેથી થયા “આઝાદ” : કહ્યું કોંગ્રેસની હાલત માટે રાહુલ ગાંધી જવાબદાર

Gulam Nabi azad resigns from Congress (File Image )
છેલ્લા ઘણા દિવસોથી પાર્ટીથી(Congress ) નારાજ ગુલાબ નબી આઝાદે કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ પદો પરથી રાજીનામું (Resign )આપી દીધું છે. તાજેતરમાં તેમણે પ્રચાર સમિતિમાંથી રાજીનામું આપ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, પાર્ટીના નેતાઓ તેમને ઘણા સમયથી મનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ આખરે આજે તેમણે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પાંચ પાનાનો રાજીનામું સોંપ્યું. કહેવામાં આવી રહ્યું છે કે રાજીનામામાં તેમણે રાહુલ ગાંધી સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે તેઓ તેમના નજીકના નેતાઓથી ઘેરાયેલા છે. તેમણે કહ્યું કે રાહુલ પોતાની આસપાસ બિનઅનુભવી નેતાઓ રાખે છે.
કોંગ્રેસની હાલત માટે રાહુલ ગાંધી જવાબદાર છે
ગુલામ નબી આઝાદે એમ કહીને રાજીનામું આપ્યું છે કે તેઓ ભારે હૈયે આ પગલું ભરી રહ્યા છે, તેમણે કોંગ્રેસની વર્તમાન સ્થિતિ માટે રાહુલ ગાંધીને જવાબદાર ગણાવ્યા અને કહ્યું કે તેમના માટે લીધેલા નિર્ણયોના કારણે આજે પાર્ટીની આવી હાલત છે. તેમણે કહ્યું કે પ્રમુખ સોનિયા ગાંધી હોવા છતાં તમામ નિર્ણયો રાહુલ ગાંધી લઈ રહ્યા છે. એટલું જ નહીં, તેમણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે રાહુલ ગાંધીના પીએ અને તેમના બોડી ગાર્ડ નિર્ણયો લઈ રહ્યા છે. આ પણ વાંચો – ઝારખંડમાં સીએમ હેમંત સોરેનની ખુરશી પર સંકટ: કોંગ્રેસે કહ્યું- ચૂંટણી પંચના નિર્ણયનું સ્વાગત કરવામાં આવશે
2013ની ઘટનાનો ઉલ્લેખ કરતા ગુલામ નબી આઝાદે રાહુલ ગાંધીના વર્તનને બેજવાબદાર ગણાવીને 2013ની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહની પ્રેસ કોન્ફરન્સમાં જઈને રાહુલ ગાંધીએ જે રીતે વટહુકમને ફાડી નાખ્યો હતો તેનો ભોગ સમગ્ર પક્ષને ભોગવવું પડ્યું હતું. તેમણે રાહુલ ગાંધીના વર્તનને અયોગ્ય ગણાવ્યું હતું.
સંગઠન ચૂંટણીને ડ્રામા જણાવ્યું
ગુલાબ નબી આઝાદે પોતાના રાજીનામામાં પાર્ટી અધ્યક્ષની ચૂંટણીને સંગઠનની અંદર એક ડ્રામા ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે પાર્ટીની અંદર તમામ નિર્ણયો રાહુલ ગાંધી લે છે, છતાં સંગઠનમાં ચૂંટણી ડ્રામા થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ રિમોટ કંટ્રોલ મોડ પર ચાલી રહી છે.