Surat: ગણેશ ભક્તિ સાથે રોગમુક્તિ અભિયાન:ગણેશ મંડપોમાં પાંચ હજારથી વધુ લોકોએ કોરોનનો બુસ્ટર ડોઝ લીધો

0

શહેરના ગણેશ મંડપોમાં જઈને કોરોના વેક્સીન પ્રત્યે ઉદાસીન લોકોને ત્રીજો પ્રિકોશનરી ડોઝ આપવાનું શરુ કરી દીધું છે. ગત ૩૧મીએ ગણેશ ચતુર્થીએ લોકોએ બાપ્પાને મંડપમાં પધરાવ્યા બાદ, મનપાએ ૧લી સપ્ટેમ્બરથી મંડપોમાં જઈને પ્રિકોશનરી ડોઝ માટે વેક્સીનેશન શરુ કરી દીધું હતું. છેલ્લા ૪ દિવસમાં મનપાએ ૧૧૯ જેટલા મંડપોમાં જઈને ૫૨૦૦ થી વધુ લોકોને કોરોના વેક્સીનનો ત્રીજો ડોઝ આપી દીધો છે. આગામી દિવસોમાં આ વેક્સીનેશનની કામગીરી વધે તે માટે મનપા વેક્સીનેશનનો સમય બદલીને સાંજના ૪ થી ૮ વાગ્યાનો કરશે

સુરત શહેરમાં કોરોના બાદ ગણેશોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે સુરત પાલિકાએ ગણેશ મંડપોને જ વેક્સીનેશન સેન્ટર બનાવવાની કામગીરી પણ શરુ કરી છે. મનપાએ અગાઉ કરેલ જાહેરાત બાદ ૧૧૯ ગણેશ આયોજકોએ પ્રિકોશન ડોઝ આપવા માટેની કામગીરી મનપા સાથે રહીને શરુ કરી હતી. ગણેશ ઉત્સવ ના પહેલા દિવસે ૨૫૪ લોકોનું વેક્સીનેશન થયું હતું, ત્યારબાદ ૧૨૮૭ લોકોનું વેક્સીનેશન કરાયું હતું. .

 • રસીકરણ વધે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ૪થી ૮ દરમિયાન ગણેશ પંડાલોમાં કોરોનાની રસી મૂકવામાં આવશે

મનપાતંત્ર દ્વારા હવે આજથી ગણેશ મંડપમાં સાંજે ૪ થી રાત્રિના ૮ વાગ્યા સુધી વેક્સીનેશન કરવા માટે આયોજન કરી રહી છે. જે લોકોના પ્રિકોશન ડોઝ લેવાના બાકી છે તેમાથી મહત્તમ લોકોને વિનામુલ્યે પ્રિકોશન ડોઝ આપવા માટે મનપાનું આયોજન છે. શહેરમાં આજથી સાંજે રસી મુકવામાં આવશે વેક્સીનેશનના બદલે સાંજના સમયે લોકો વધુ આવતા હોવાથી એ સમય વેક્સીનેશન માટે વધુ અનુકુળ છે. આ સમય દરમિયાન શ્રીજી ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે.જેથી સાંજના સમયે જો વેક્સીનેશન કરવામાં આવે તો વધુમાં વધુ લોકોને વેક્સિંગ આપી શકાય.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *