Surat: બે વર્ષ બાદ જામ્યો નવરાત્રિનો રંગ. સુરતમાં 1500 થી વધુ ગરબાના આયોજનો

0

શહેરમાં અંદાજીત ૨૦ જેટલા કોમર્શિયલ આયોજનો સાથે ૧૫૦૦થી વધુ જગ્યાઓ પર શેરી મહોલ્લા, સોસાયટી અને એપાર્ટમેન્ટોમાં ગરબાના આયોજનો

આદ્યશકતિની આરાધનાનું પર્વ નવરાત્રીના પર્વની રંગારંગ ઉજવણીની આજથી શરૂઆત થઈ છે. જે રાસ, દાંડિયા અને દોઢિયા માટે ખેલૈયાઓ કાગડોળે રાહ જોઈને બેઠા હતા. તે ખેલૈયાઓ આજે રાત્રે શહેરના કોમર્શિયલ આયોજનો અને શેરી ગરબામાં પહોંચશે. કો૨ોનાના છેલ્લા બે વર્ષમાં ખેલૈયાઓ પોતાનો થનગનાટ પૂરો નહીં કરી શક્યા હતા. પરંતુ આ વર્ષે તેઓએ છેલ્લા ઘણા સમયથીજ દોઢિયાની ક્લાસીસમાં જઈ પ્રેક્ટિસ કરવા માંડી હતી.

શહેરમાં અંદાજીત ૨૦ જેટલા કોમર્શિયલ આયોજનો સાથે ૧૫૦૦થી વધુ જગ્યાઓ પર શેરી મહોલ્લા, સોસાયટી અને એપાર્ટમેન્ટોમાં ગરબાના આયોજનો થઈ ચુક્યા છે.જોકે આજે સવારથી માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધનાની શરૂઆત ભક્તોએ શરૂ કરી હતી. કેટલીક જગ્યાએ મા આદ્યશક્તિના અનુષ્ઠાનો પણ શરૂ થયા છે.

આજથી માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેની નવરાત્રિની શુભ શરૂઆત થશે. આ વખતે આ ઉત્સવ ૯ દિવસનો રહેશે અને ૪ ઓક્ટોબરના રોજ દુર્ગા નોમ સાથે પૂર્ણ થશે. આ નોરતાંને શારદીય નવરાત્રિ પણ કહેવામાં આવે છે. આ દિવસોમાં દેવીનું આવાહન, પૂજન અને વિસર્જન, આ ત્રણેય શુભ કામ સવારે જ કરવાં જોઈએ. નવરાત્રિની શરૂઆત જે વારથીથાય છે એ વાર પ્રમાણે દેવી માતા વિવિધ વાહનો ઉપર સવાર થઈને ધરતીલોક આવે છે. આ વર્ષે સોમવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે એટલે દેવી દુર્ગા હાથી ઉપર સવાર થઈને આવશે.

આ વર્ષે અખંડ નવરાત્રિ છે. એકપણ નોરતું ઓછું નથી. અખંડ નવરાત્રિ સંસાર માટે ખૂબ સારી ગણાય છે. આ વર્ષે સપ્તાહના પ્રથમ દિવસે સોમવારથી નવરાત્રિ પર્વની શરૂઆત થાય છે.નવરાત્રિમાં કરવામાં આવતી માતાજીની ભક્તિ પોતાના આંતરિક વિકાસમાં મહત્ત્વનો ભાગરહેશે. વાસ્તવિકમાં માનવ ઇન્દ્રિયોની વૃત્તિ મહિષ અર્થાત પાડા જેવી જ લગામરહિત અને સંયમહીન છે. એ કેવળ માતા દુર્ગાની શક્તિથી જ જીતી શકાય છે. એ આ ઉપાસનાનું મર્મ છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *