National : રામમંદિરની તારીખ જાહેર કરવા પર અમિત શાહ પર ભડક્યા મલ્લિકાર્જુન ખડગે

0
Mallikarjun Khadge lashed out at Amit Shah on announcing the date of Ram Mandir

Mallikarjun khadge (File Image )

કોંગ્રેસ (Congress )અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બે દિવસ પહેલા રામ મંદિર (Ram Mandir )નિર્માણને લઈને આપેલા નિવેદનને લઈને કેન્દ્રીય મંત્રી અમિત શાહ પર પ્રહારો કર્યા છે. ખડગેએ શુક્રવારે હરિયાણાના પાણીપતમાં પાર્ટીના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી ‘ભારત જોડો’ યાત્રા દરમિયાન અમિત શાહ પર નિશાન સાધતા કહ્યું કે તેઓ રામ મંદિરના પૂજારી નહીં પણ નેતા છે.

તેમણે કહ્યું કે શાહનું કામ દેશને સુરક્ષિત બનાવવાનું છે, મંદિરના ઉદ્ઘાટનની તારીખ નક્કી કરવાનું નથી. આ પહેલા અમિત શાહે ત્રિપુરામાં આયોજિત રેલીમાં રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે રામ મંદિરના નિર્માણ પર સવાલ ઉઠાવનારા સાંભળો કે આવતા વર્ષે 1 જાન્યુઆરી સુધીમાં અયોધ્યામાં મંદિર બની જશે.

શાહના નિવેદન પર સવાલ ઉઠાવતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, તેઓ કોણ છે આ પ્રકારની જાહેરાત કરનારા. તેમનું કામ દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે, પરંતુ તેના બદલે તેઓ મંદિરની વાત કરી રહ્યા છે.

 

મલ્લિકાર્જુન ખડગેએ નોકરીઓ આપવાનું વચન પૂરું ન ક

રવા બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી અને પૂછ્યું, “તેઓ અત્યારે શું કરી રહી છે? ત્રિપુરામાં ચૂંટણી છે. શાહ ત્યાં જઈને કહે છે કે રામ મંદિર બની રહ્યું છે અને તેનું ઉદ્ઘાટન આવતા વર્ષે થશે. દરેકને ભગવાનમાં શ્રદ્ધા છે, પરંતુ તમે શા માટે આ જાહેરાત કરો છો, તે પણ ચૂંટણી દરમિયાન?

તેમણે શાહ વિશે કહ્યું, “આ વાત કહેવાવાળા તમે કોણ છો? તમે રામ મંદિરના પૂજારી છો કે રામ મંદિરના મહંત? મહંતો, સંતો અને સાધુઓ તેની વાત કરશે, પણ તમે કોણ છો? તમે નેતા છો. તમારું કામ દેશને સુરક્ષિત બનાવવા, કાયદો અને વ્યવસ્થા જાળવવાનું, લોકોને અનાજ અને ખેડૂતોને MSPના રૂપમાં વાજબી ભાવ આપવાનું છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *