પોલીસ કસ્ટડીમાં સૌથી વધુ મૃત્યુ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં
છેલ્લા પાંચ વર્ષમાં 687 લોકોએ પોલીસ કસ્ટડીમાં જીવ ગુમાવ્યા છે. તેમાંથી સૌથી વધુ 80 લોકો મહારાષ્ટ્રના(Maharashtra) વિવિધ જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં મૃત્યુ પામ્યા છે, જ્યારે ગુજરાતમાં 81 લોકોએ જીવ ગુમાવ્યા છે. મધ્યપ્રદેશના પોલીસ સ્ટેશનોમાં 50 અને બિહારમાં 47 લોકોના મોત થયા છે. ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના ડેટાને ટાંકીને લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.
ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે મંગળવારે લોકસભામાં એક લેખિત જવાબમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના ડેટાને ટાંકીને જણાવ્યું હતું કે, વર્ષ 2018થી આ વર્ષે 31 માર્ચ સુધીના આંકડા અનુસાર ઉત્તર પ્રદેશમાં 41, પશ્ચિમ બંગાળમાં 40, તમિલનાડુમાં 36, રાજસ્થાનમાં 33, પંજાબમાં 31, કર્ણાટકમાં 29 અને દિલ્હીમાં 27 લોકોએ કસ્ટડીમાં જીવ ગુમાવ્યા હતા. આંદામાન-નિકોબાર, ચંદીગઢ, પુડુચેરી, દમણ-દીવ, દાદરા અને નગર હવેલી, લદ્દાખ અને લક્ષદ્વીપ જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ સમયગાળા દરમિયાન એક પણ વ્યક્તિનું કસ્ટડીમાં મૃત્યુ થયું નથી.
પાંચ વર્ષમાં કસ્ટોડિયલ મૃત્યુ
2018-19 136
2019-20 112
2020-21 100
2021-22 175
2022-23 164