ડુમ્મસ પોલીસના જાપ્તામાંથી ફરાર થયેલો આરોપી સાત વર્ષે રાજસ્થાનથી ઝડપાયો

0

સુરતના ડુમસ પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૬માં પોલીસ મથકમાંથી રિમાન્ડ દરમ્યાન પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયેલા આરોપીને ૭ વર્ષ બાદ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે રાજસ્થાન ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે રાજસ્થાનના બાંસોલી ગામ ખાતેથી આરોપી મુદીનખાન દીનુખાન પઠાણ [ઉ.૨૮]ને ઝડપી પાડ્યો હતો પોલીસે જણાવ્યું હતું કે આરોપી વર્ષ ૨૦૧૬માં સુરત શહેરમાં અમરોલી વિસ્તારમાં રહી ભંગારની ફેરી મારવાની મજુરી કરતો હતો તેણે તા. ૧૬-૦૨-૨૦૧૬ ના રોજ ડુમસ સાયલન્ટ ઝોન ખાતે આવેલા ટ્રાન્સફોર્મરમાંથી કોપર અને ઓઈલ મળી કુ, ૩૧, ૨૪૦ રૂપિયાના મત્તાની ચોરી કરી હતી જેથી આ બાબતે તેની સામે ડુમસ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને તેની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા આ રિમાન્ડ દરમ્યાન પીએસઓએ આરોપીને જમવા માટે પોલીસ કસ્ટડીમાંથી બહાર કાઢ્યો હતો તે દરમ્યાન પોલીસની નજર ચૂકવી આરોપી ફરાર થઇ ગયો હતો

વધુમાં આરોપી છેલ્લા પોલીસ મથકમાંથી ફરાર થઇ છેલ્લા ૭ વર્ષથી નાસ્તો ફરતો હતો આરોપી નાસી ગયા બાદ વતનમાં છૂટક મજુરી કામ કરતો હતો જો કે આખરે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *