પોતાનો રેકોર્ડ તોડનારા શુભમન ગિલથી પ્રભાવિત થયો કોહલી, તેની પ્રશંસામાં કહી દીધી મોટી વાત

0

ન્યુઝીલેન્ડ. વિરુધ બુધવારે અમદાવાદમાં રમાયેલી ત્રીજીઅને નિર્ણાયક ટી૨૦ક્રિકેટ મેચ અગાઉ ઘણા વર્તમાન અને ભૂતપૂર્વ ક્રિકેટર્સ ટીમ ઈન્ડિયામાં શુભમન ગિલને મળી રહેલી તકની ટીકા કરી રહ્યા હતા. જોકે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુભમન ગિલે ધમાકેદાર બેટિંગ કરીને તમામ ટીકાકારોના મોઢા બંધ કરી દીધા છે. તેણે ન્યૂઝીલેન્ડ સામે ૬૩ બોલમાં અણનમ ૧૨૬ રનની ઈનિંગ્સ રમી હતી. પોતાની આ ઈનિંગ્સ દરમિયાન શુભમન ગિલે કેટલાક રેકોર્ડ્સ પણ તોડી નાંખ્યા હતા. શુભમન ગિલ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનારો પાંચમો બેટર બની ગયો છે. આ ઉપરાંત તેટી૨૦માં ભારત માટે સૌથી મોટીઈનિંગ્સ રમનારો બેટર પણ બની ગયો છે. ગિલની બેટિંગથી વિરાટ કોહલી ઘણો જ પ્રભાવિત થયો છે. વિરાટ કોહલીએ શુભમન ગિલની પ્રશંસા કરી છે. કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર ગિલની પ્રશંસા કરતા તેને સિતારો (સ્ટાર) ગણાવ્યો છે.

આ ઉપરાંત તેણે લખ્યું હતું કે ભવિષ્ય અહીંયા છે. નોંધનીય છે કે શુભમન ગિલે કે ત્રણેય ફોર્મેટ માટેની ટીમ ઈન્ડિયામાં પોતાની દાવેદારી મજબૂત બનાવી દીધી છે. ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ મેચમાગિલની ધમાકેદાર ઈનિંગ્સની મદદથી જ ટીમ ઈન્ડિયાએ ટી૨૦માં પોતાનો સૌથી મોટો વિજય નોંધાવ્યો હતો. શુભમન ગિલ હવે આંતરરાષ્ટ્રીય ટી૨૦માં સૌથી મોટી ઈનિંગ્સ રમનારો ભારતીય બની ગયો છે. તેણે વિરાટ કોહલીના રેકોર્ડને તોડી નાખ્યો હતો.

શુભમન ગિલની સદીની મદદથી ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૨૩૪ રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો. ૨૩૫ ૨નના લક્ષ્યાંક સામે ન્યૂઝીલેન્ડની બેટિંગ અત્યંત કંગાળ રહી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યા સહિત ભારતીય બોલર્સના ઝંઝાવાતી પ્રદર્શન સામે ન્યૂઝીલેન્ડના બેટર્સ ઘૂંટણીયે પડી ગયા હતા. ન્યૂઝીલેન્ડની ટીમ ૧૨.૧ ઓવરમાં ૬૬ રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. આ સાથે ભારતે ત્રણ મેચની સિરીઝ ૨-૧થી જીતી લીધી હતી.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *