વર્લ્ડકપ પહેલાં ટીમ ઈન્ડિયાને ઝટકો,ત્રિકોણીય શ્રેણીમાં આફ્રિકા સામે મળ્યો કારમો પરાજય

0

આફ્રિકા વિરુદ્ધ ત્રિકોણીય ટી-૨૦ શ્રેણીના ફાઈનલ મુકાબલામાં ભારતને આફ્રિકા સામે પાંચ વિકેટે કારમો પરાજય થયો છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતાં નિર્ધારિત ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૧૦૯ રન બનાવ્યા હતા જેના જવાબમાં આફ્રિકાએ માત્ર ૧૮ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૧૧૩ રન બનાવી લીધા હતા. લક્ષ્યાંકનો પીછો કરતાં આફ્રિકા માટે ક્લોય ટ્રાયૉને સૌથી વધુ ૩૨ બોલમાં ૫૭ રનની ઈનિંગ રમી હતી.

ટ્રાયૉન ઉપરાંત આફ્રિકી મહિલા ટીમ માટે નાદિન ડી ક્લાર્કે અણનમ ૧૭૨નનું યોગદાન આપ્યું હતું જયારે સૂન લુસે ૧૨ રનની ઈનિંગ રમી હતી. લક્ષ્યાંકનો બચાવ કરતાં ટીમ ઈન્ડિયાના બોલરોએ ધમાકેદાર શરૂઆત કરી હતી. જો કે જેમ જેમ મેચ આગળ વધતી ગઈ તેમ તેમ તેની ધાર બગડતી ગઈ હતી કેમ કે ટ્રાયૉને એક છેડેથી રન બનાવવાનું યથાવત રાખ્યું હતું.

ભારતીય ટીમના બંને ઓપનરો સ્મૃતિ મંધાના અને જેમિમાહ રોડ્રિગેઝ કશી ખાસ કમાલ કરી નહોતી. જો કે ત્રીજા નંબરે બેટિંગ કરવા ઉતરેલી હ૨લીન દેઓલે ઈનિંગ સંભાળી હતી પરંતુ તેને અન્ય કોઈ બેટરનો સાથ મળ્યો નહોતો. હરલીન ઉપરાંત ભારત વતી કેપ્ટન હરમનપ્રિતે ૨૧ રનની ઈનિંગ રમી હતી જ્યારે દીપ્તી શર્માએ ૧૬ રન બનાવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પરાજય ટી૨૦ વર્લ્ડકપ પહેલાં નિરાશ કરી શકે છે. વિમેન્સ ટી-૨૦ વર્લ્ડકપની શરૂઆત ૧૦ ફેબ્રુઆરીથી થઈ રહી છે. ટૂર્નામેન્ટની પહેલી મેચ આફ્રિકા-લંકા વિરુદ્ધ રમાશે. જ્યારે ભારતીય ટીમ પાકિસ્તાન સામે ટક્કર લઈ પોતાના અભિયાનનો પ્રારંભ કરશે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *