Surat:શ્રમજીવી પરિવારની દોઢ વર્ષીય બાળકીનું અપહરણ, ઘટના સીસીટીવીમાં કેદ
સુરતમાં એક દોઢ વર્ષની બાળકીના અપહરણની ઘટના બનતા ચકચાર જવા પામી છે. ફૂટપાથ પર રહેતા પરિવારની દીકરીની અપહરણની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. ઘટનાને પગલે મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ બાળકીની શોધખો શરૂ કરી છે અને આ તપાસમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ જોડાઇ છે.
સુરત શહેરના મહિધરપુરા રૂવાળા ટેકરા પાસે શારદાબેન નામની મહિલા તેના પુત્ર અને એક દોઢ વર્ષની પુત્રી સાથે ફૂટપાથ પર રહે છે. શારદાબેન ના પતિનું દોઢ વર્ષ પહેલા અવસાન થયું હતું. અને હલા તેઓ દાતણ વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે તેઓ જ્યાં દાતણ વેચે છે ત્યાં છેલ્લા પંદરેક દિવસથી એક મહિલા તેની પાસે આવતી હતી અને તેણે પોતાનું નામ રેખા જણાવ્યું હતું. આ મહિલા આખો દિવસ ત્યાં આવતી અને શારદાબેનના દીકરાને રમાડતી હતી. જ્યાં છેલ્લા પંદર દિવસથી આજ નિત્યક્રમ ચાલતા શારદાબેનને આ મહિલા પર વિશ્વાસ આવી ગયો હતો.
આ દરમ્યાન તારીખ ૨૧ જાન્યુઆરીના દિવસે સવારે ૮ વાગ્યાની આસપાસ રેખા ત્યાં આવી હતી. અને શારદાબેનની દોઢ વર્ષની દીકરીને રમાડી રહી હતી. ત્યારે શારદાબેન બાથરૂમ ગયા હતા. પરંતુ તેઓ પરત આવ્યા ત્યારે રેખાબેન તેમની દીકરીને લઈને ખાઉધરા ગલી તરફ જઈ રહી હતી. પરંતુ શારદાબેનને લાગ્યું હતું કે તે દીકરીને નાસ્તો કરાવવા લઇ જઇ હશે.જેથી શારદાબેન પોતે દાતણ વેચવાના કામમાં લાગી ગયા હતા.જો કે રેખા બેન પોતાની પુત્રીને લઈને પરત ન ફરતા તેઓએ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાને પગલે પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા અપરણની આ આખી ઘટના માટે થઈ જવા પામી હતી. હાલ આ ઘટનામાં બાળકીની શોધખોળ માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે.