એસવીએનઆઈટી કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિધાર્થિનીએ ગર્લ્સ હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની સમરસ ગર્લ્સમાં એક19 વર્ષીય વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી હતી.સાથી વિદ્યાર્થીનીએ યુવતીને ફાંસો ખાધેલી હાલતમાં જોતા તેણે બુમાબુમ કરી હતી. જેથી અન્ય વિદ્યાર્થીનીઓ દોડી આવી હતી.અને આ ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવતા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે

મળતી વિગત અનુસાર મૂળ ડાંગ વઘઈ ખાતે રહેતી ૧૯ વર્ષીય દેવાંશી ઈશ્વરભાઈ પલવે એસવીએનઆઇટી કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગ નો અભ્યાસ કરતી હતી અને તે ફર્સ્ટ યરમાં હતી.જો કે આજરોજ તેણે સમરસ હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાય જીવન ટૂંકાવ્યું હતું. હોસ્ટેલના ઇન્ચાર્જ અંજુબેનના જણાવ્યા મુજબ આપઘાત કરનાર વિદ્યાર્થીની ઉત્તરાયણ પર પોતાના ઘરે ગઈ હતી અને 16 તારીખે તે પરત ફરી હતી ત્યારે આજરોજ તેની સાથી વિદ્યાર્થીની તેને ચાર વાગ્યાની આસપાસ બોલાવા ગઈ હતી તે દરમિયાન તે રૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી. જેથી વિદ્યાર્થીનીએ બૂમાબૂમ કરી મૂકી હતી અને તમામ લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ 108 અને પોલીસને જાણ કરી વિદ્યાર્થીનીના પરિવારને બોલાવવામાં આવ્યા હતા.

ઘટનાને પગલે પોલીસે લાસ્ટ ને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે હજી સુધી વિદ્યાર્થીનીએ કયા કારણોસર આ આપઘાત કર્યો તે અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *