KBC 15 : અમિતાભ બચ્ચન સામે બેસીને જોવા માંગો છો KBC ? જાણો કેવી રીતે મળશે તક

KBC 15: Want to sit and watch KBC opposite Amitabh Bachchan? Find out how to get the opportunity

KBC 15: Want to sit and watch KBC opposite Amitabh Bachchan? Find out how to get the opportunity

સોની ટીવીના(Sony TV) ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ સીઝન 15’ને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2000માં શરૂ થયેલો આ શો છેલ્લા 23 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. સ્ટાર પ્લસ પર શરૂ થતા આ શોએ સીઝન 8 પછી લાંબો બ્રેક લીધો અને બ્રેક બાદ શોને સોની ટીવી પર શિફ્ટ કરવામાં આવ્યો. આ દરમિયાન શાહરૂખ ખાને અમિતાભ બચ્ચનની ગેરહાજરીમાં KBC (વર્ષ 2007 ની KBC 3) ની એક સિઝન પણ હોસ્ટ કરી હતી, જો કે, બોલિવૂડના બાદશાહ નાના પડદા પર પોતાનો જાદુ ચલાવી શક્યા ન હતા અને આ શો ફરી અમિતાભ બચ્ચન પાસે આવ્યો હતો.

 

KBCનો સેટ ક્યાં છે ?

કૌન બનેગા કરોડપતિનું મોટાભાગનું શૂટિંગ ફિલ્મસિટી, મુંબઈમાં કરવામાં આવ્યું છે, જોકે વર્ષ 2014 માં, કૌન બનેગા કરોડપતિની 8મી સિઝનનું શૂટિંગ નિર્માતાઓએ પ્રથમ વખત મુંબઈની બહાર સુરત અને રાયપુરમાં કર્યું હતું. પરંતુ 2015 થી ફરી એકવાર કેબીસી મુંબઈની ફિલ્મસિટીમાં પાછી આવી. જો મુંબઈ સ્થિત ફિલ્મ સિટીની વાત કરીએ તો ‘દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી’ના નામથી જાણીતી આ ફિલ્મ સિટી 520 એકરમાં ફેલાયેલી છે. કેબીસીનો સેટ આ ફિલ્મ સિટીના એક સ્ટુડિયોમાં જ બનાવવામાં આવ્યો છે અને કેબીસી હિન્દીની સાથે સાથે કેબીસી મરાઠીનું પણ શૂટિંગ આ જગ્યાએ થયું છે.

હું KBC માં કેવી રીતે પ્રવેશ મેળવી શકું?

ફિલ્મસિટી અને કેબીસીમાં એન્ટ્રી બિલકુલ સરળ નથી. ખાનગી સુરક્ષા દ્વારા KBCના સેટ પર સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે. આ સેટ પર પરવાનગી વિના કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી. સામાન્ય રીતે, જ્યાં રિયાલિટી શોમાં લગભગ 200-250 દર્શકો હોય છે, ત્યાં KBCમાં ફક્ત 80-120 દર્શકોને જ એન્ટ્રી આપવામાં આવે છે. આ લોકોમાં, શોમાં ભાગ લેનાર 10 સ્પર્ધકો (ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં ભાગ લેનાર ખેલાડીઓ), તેમના પરિવારના સભ્યો અને મિત્રોને પ્રાથમિકતા આપવામાં આવે છે.

અમિતાભ બચ્ચનનો KBC એવો શો છે જ્યાં પેઇડ ઓડિયન્સ દેખાતું નથી. બેંક અને ફાઈનાન્સના મોટા અધિકારીઓથી લઈને શો અને બિગ બીના ફેન્સ ચેનલનો સંપર્ક કરીને શોમાં જોડાવાનો પ્રયાસ કરે છે. જો તમે પણ આ શોમાં પ્રેક્ષક તરીકે જોડાવા માંગતા હોવ તો તમારે ચેનલને મેઈલ પણ કરવો પડશે.

કૌન બનેગા કરોડપતિ સોની ટીવીનો એક એવો શો છે, જેના સ્પોન્સર્સ દિવસેને દિવસે વધી રહ્યા છે. ગયા વર્ષે આ શોને લગભગ 400 કરોડની એડ રેવન્યુ મળી હતી. સાથે અમિતાભ બચ્ચનની ફી (6-7 કરોડ), શોની લાયસન્સ ફી (આ શો અમેરિકન શો ‘હૂ વોન્ટ્સ ટુ બી મિલિયોનેર’નું હિન્દી વર્ઝન છે) અને પ્રોડક્શન કોસ્ટ (100 કરોડ)ની રકમ સાથે ઓછી ટીઆરપી હોવા છતાં, આ શો ચેનલ માટે સારી કમાણી કરે છે. જો કે, ચેનલ તરફથી આ નંબરો વિશે ક્યારેય કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

Please follow and like us: