Gujarat: આયુષ્યમાન કાર્ડની સહાય મર્યાદા પાંચ લાખથી વધારી ૧૦લાખ કરવાની કવાયત
ગુજરાતમાં આયુષ્યમાન કાર્ડની વધારી ૧૦ લાખ કરવા કવાયત
ગુજરાતમાં આયુષ્યમાન કાર્ડની સહાય મર્યાદા પાંચ લાખથી વધારી ૧૦લાખ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. પત્રકારોને સંબોધતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ જાણકારી આપી હતી. એમણે જણાવ્યું હતું કે, ૧૦ લાખની મર્યાદા થતા રાજ્યના લોકોને બીમારીની સ્થિતિમાં આ બાબત લાભરૂપ નીવડશે. રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગેની કેબિનેટ મીટીંગની ચર્ચા બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઇ માંડવીયાના સતત માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા સતત ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ (3T), વેક્સીનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની સ્ટ્રેટેજી અપનાવીને તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. મંત્રી એ વધુમાં ઉમેર્યું કે, ગુજરાત રાજ્ય એ કોરોના સામેની લડતમાં હરહંમેશ પ્રો-એક્ટિવ વલણ અપનાવ્યું છે.