દેશમાં નવા ભારત નવા રેલવે સ્ટેશનમાં સુરતની બનશે નવી ઓળખ : તમે પણ જુઓ એક ઝલક
સુરત (Surat) એ વેપાર (Business) અને વાણિજ્યનું કેન્દ્ર છે અને આર્થિક (Financial) પ્રવૃત્તિઓ દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે. પશ્ચિમ રેલવે અહીંથી દેશના વિવિધ ભાગોમાં ઘણી ટ્રેનો ચલાવે છે. AMRUT ભારત સ્ટેશન યોજના હેઠળ અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે સમગ્ર દેશમાં 1275 રેલવે સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં 87 સ્ટેશન છે. સુરત સ્ટેશન રિડેવલપમેન્ટનો પ્રથમ તબક્કો 980 કરોડના ખર્ચે તેને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. જ્યારે ઉધના સ્ટેશનને પણ વર્લ્ડ ક્લાસ બનાવવા 140 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યું છે.
ભારતીય રેલ્વેમાં દેશભરના મુખ્ય સ્ટેશનોને આધુનિક અને વિશ્વ કક્ષાના સ્ટેશનોમાં રૂપાંતરિત કરવાનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. સુરત સ્ટેશન પણ તેમાંથી એક છે, જેનું નવીનીકરણ કરવામાં આવશે અને તે ન્યૂ ઈન્ડિયાનું નવું રેલવે સ્ટેશન બનવા માટે તૈયાર છે. સુરત મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH)નું પ્રોટોટાઇપ મોડલ સોમવારે સુરત રેલવે સ્ટેશન પર પ્રદર્શિત કરવામાં આવ્યું છે, જે રેલવે મુસાફરોને આકર્ષિત કરે છે. રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) એ સુરત MMTHનું છ ફૂટ લાંબુ અને ચાર ફૂટ પહોળું મોડલ તૈયાર કર્યું છે.
તે પ્લેટફોર્મ-1 પર પેસેન્જર સીટિંગ લોન્ચ એરિયામાં મૂકવામાં આવ્યું છે. ડીઆરએમએ રિબન કાપીને પેસેન્જરોને જોવા માટે મોડલ જાહેર કર્યું. મુંબઈના ડિવિઝનલ રેલ્વે મેનેજર (ડીઆરએમ) નીરજ વર્મા સોમવારે ઓટોમેટિક ઈન્સ્પેક્શન વાહનમાં આ કામોની સમીક્ષા કરવા સુરત પહોંચ્યા હતા. તેમણે સુરત સ્ટેશનની પૂર્વ દિશામાં બની રહેલા સ્ટેશનનું પણ નિરીક્ષણ કર્યું હતું અને ઈન્ટીગ્રેટેડ મોડલ હેઠળ રેલવેને જોડતી જીએસઆરટીસી બિલ્ડીંગનું નિર્માણ કાર્ય પણ નિહાળ્યું હતું અને સમયમર્યાદા મુજબ કામગીરી કરવા નિર્દેશ આપ્યો હતો.