રોજગારી પુરી પાડવા મામલે જાણો ગુજરાતનું સ્તર કેવું છે ?
ફેબ્રુઆરી (February) મહિનામાં દેશમાં બેરોજગારીના(Unemployement) દરમાં ઉછાળો આવ્યો છે. જાન્યુઆરીમાં તે 7.14 ટકા હતો જે ફેબ્રુઆરીમાં વધીને 7.45 ટકા થયો હતો. રોજગારી પૂરી પાડવાની બાબતમાં દેશના ટોચના શહેરોમાંનું એક સુરત આ વખતે સૌથી નીચો બેરોજગારી દર ધરાવતા રાજ્યોમાં 2.5 ટકા સાથે છઠ્ઠા નંબરે છે. ગુજરાત આ સ્થાનને કર્ણાટક સાથે વહેંચે છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન ઈન્ડિયન ઈકોનોમી (CMIE)ના રિપોર્ટ અનુસાર, નોકરીઓનું સંકટ ગામડાઓ કરતાં શહેરોમાં વધુ ઘેરું બન્યું છે. છત્તીસગઢમાં દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર 0.8 ટકા છે અને હરિયાણામાં સૌથી વધુ 29.4 ટકાનો બેરોજગારી દર છે. હરિયાણા પછી રાજસ્થાનમાં બેરોજગારી દર 28.3 ટકા સાથે બીજા ક્રમે છે.
સેન્ટર ફોર મોનિટરિંગ ઇન ઈન્ડિયન ઈકોનોમીએ તાજેતરમાં ફેબ્રુઆરી મહિનામાં દેશમાં બેરોજગારી દરના આંકડા જાહેર કર્યા છે. આ મુજબ ગામડાઓમાં બેરોજગારીનો દર 7.23 ટકા અને શહેરોમાં 7.93 ટકા છે. ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધુ બેરોજગારી દર 18 ફેબ્રુઆરીના રોજ 7.84 ટકા હતો.
જાન્યુઆરીમાં બેરોજગારીનો દર નીચો હતો, જોકે આંકડા અનુસાર જાન્યુઆરી મહિનામાં બેરોજગારીનો દર 7.14 ટકા હતો. જો કે ગયા મહિનાની સરખામણીએ આ વખતે શહેરોમાં બેરોજગારીનો દર ઘટીને 7.93 ટકા થયો છે. જાન્યુઆરીમાં તે 8.55 ટકા હતો. તે જ સમયે, ગામડાઓમાં બેરોજગારીનો દર 6.48 ટકાથી વધીને 7.23 ટકા થયો છે.
વિશ્વમાં છટણી, ભારતમાં વધારો:
ફેબ્રુઆરી 2023 માં, IT ક્ષેત્રમાં નોકરીની તકો વધી છે. નોકરી જોબ સ્પીક અનુસાર, ફેબ્રુઆરી 2022ની સરખામણીમાં તેમાં દસ ટકાનો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, વિશ્વના મોટા દેશોમાં, આઇટી ક્ષેત્રમાં છટણીનો તબક્કો છે. ડેટા એનાલિટીકલ મેનેજર, ડેટા એન્જીનીયર્સ, ક્લાઉડ સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર્સ વગેરે જેવા આઇટી સેક્ટરમાં નિષ્ણાતોની ખૂબ માંગ છે.
ગ્રામીણ મહિલાઓની સ્થિતિ વધુ સારી
રોજગારની બાબતમાં ગ્રામીણ મહિલાઓની સ્થિતિ શહેરી મહિલાઓની સરખામણીએ સારી રહી છે. શહેરી મહિલાઓમાં બેરોજગારીનો દર સરેરાશ 27.9 ટકા રહ્યો છે. તે જ સમયે, ગ્રામીણ મહિલાઓમાં તે માત્ર 4.5% નોંધવામાં આવ્યું છે.