સુરતમાં વૃદ્ધ એન આર આઈ દંપતિને ચપ્પુની અણીએ બંધક બનાવી સાત લાખની લુંટ
લૂંટારાઓને ઝડપી પાડવા શહેરમાં નાકાબંધી કરાય
સુરતના અડાજણ વિસ્તારમાં વૃદ્ધ એન.આર.આઇ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ થઈ હોવાની ઘટના બનવા પામી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર જવા પામી છે. મંગળવારના સવારના સમયે પાંચ જેટલા લૂંટારો ત્રાટક્યા હતા. અને સિનિયર સિટીઝન દંપતીને ચપ્પુની અણીએ બંધક બનાવી ઘરમાં રહેલ રોકડા અને દાગીનાની લુંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને લૂંટારૂઓને ઝડપી પાડવા સુરતના તમામ ચેક પોસ્ટ પર નાકાબંધી કરી તપાસ શરૂ કરવામાં આવી છે. આ લૂંટની ઘટનાને અંજામ આપનાર કોઈ જાણ ભેદુ હોવાની હાલ શંકા સેવ સેવાઈ રહી છે.
સુરતના રાંદેર પોલીસ મથક વિસ્તારમાં આવેલ અડાજણ પ્રાઈમ આર્કેડની સામે રણછોડનગર સોસાયટીમાં વૃદ્ધ દંપતી કાશીરામ પટેલ અને તેમના પત્ની નીતાબેન પટેલ રહે છે. રાબેતા મુજબ સવારના સમયે ઘરનો દરવાજો ખુલ્લો રાખીને પોતાનું છાપુ લેવા બહાર આવ્યા હતા.તે સમયે પાંચ જેટલા લુટારોએ ખુલ્લા દરવાજાનો લાભ લઇ ઘરમાં ઘૂસી ગયા હતા. અને વૃદ્ધ એન આર આઈ દંપતીને બંધક બનાવી ઘરમાં વેરવિખેર કરી નાખી સાત લાખની લૂંટ ચલાવી હતી ભાગી છૂટ્યા હતા
મોઢું દબાવી ઘરમાં લઈ જઈ ચપ્પુની અણીએ ધમકાવી બંધક બનાવી લુંટ ચલાવી
આ અંગે કાશીરામ ભાઈ પટેલ એ જણાવ્યું હતું કે લૂંટ કરવા માટે આવેલા પાંચ જેટલા ઇસમો મોઢે રૂમાલ બાંધી બાઈક ઉપર આવ્યા હતા.તેઓ પેપર લેવા માટે બહાર આવ્યા તેજ સમયે કાકાનું મોઢું દબાવી તેમને અંદર લઇ ગયા હતા. અને ચપ્પુની અણીએ ડરાવ્યા હતા. આ સમયે બીજા રૂમમાં સુતેલા તેમના પત્ની જાગી જતા બંધકોએ તેમને પણ ચપ્પુની અણીએ ડરાવી મારી નાખવાની ઘમકી આપી હતી. અને ત્યારબાદ ઘરમાં રહેલા રોકડા રૂપિયા 7 લાખની લૂંટ ચલાવી હતી .
લૂંટ કરીને ભાગતી વખતે લૂંટાળું એ દંપતીના હાથ પગ મોઢું દુપટ્ટા વડે બાંધીને ભાગી છૂટ્યા
કાશીરામ ભાઈ પટેલ વધુમાં જણાવ્યું હતું કે ઘરમાં રહેલા રોકડા 7 લાખની લૂંટ ચલાવી લૂંટારો નીકળતી વખતે બંનેના હાથ પગ અને મોઢું બાંધીને ભાગી છુટ્યા હતા.અને ત્યાર બાદ તેઓ બાંધેલા પગે કૂદતા કૂદતા બહાર આવ્યા હતા અને ત્યાંથી પસાર થતાં એક ઈસમને તેમને છોડવા માટે જણાવ્યું હતું. જેથી સોસાયટીના લોકો પણ એકઠા થઈ ગયા હતા. જો કે ત્યાં સુધી લુંટારૂઓ ભાગી છૂટ્યા હતા.અને ત્યારબાદ આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
વૃદ્ધ દંપતી અમેરિકા જવાના હોઈ રૂપિયા ડોલરમાં કન્વર્ટ કરવામાં માટે રાખ્યા હતા.
વધુમાં જાણવા મળતી માહિતી મુજબ વૃદ્ધ દંપતિ અમેરિકા જવાના હોય તેઓએ રોકડા 7 લાખ રૂપિયા ડોલરમાં કન્વર્ટ કરવા માટે રાખ્યા હતા. જોકે સવારના 7:00 વાગ્યાના સમય ત્રાટકેલા લૂંટારોએ આ તમામ રૂપિયા લઇ ભાગી છુટ્યા હતા.
લુંટારૂઓ જાણ ભેદુ અથવા તો રેકી કરીને લુંટ ચલાવી હોવાની આશંકા
લૂંટની ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા 15 મિનિટમાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ડોગ સ્કવોડની મદદ લઇ તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવાની શરૂઆત કરી સુરત ના તમામ ચેક પોસ્ટ પર નાકાબંધી કરી તપાસ શરૂ કરી છે.આ ઘટનામાં લૂંટારુઓ જાણ ભેદુ કે રેકી કરીને લૂંટ ચલાવવામાં સફળ થયા હોવાનું અનુમાન હાલ પોલીસ લગાવી રહી છે