સલમાન ખાનને મારીશ ત્યારે જ અસલી ગેંગસ્ટર કહેવાઈશ : લોરેન્સ બિશ્નોઇની ધમકી
બોલિવૂડના(Bollywood) ભાઈજાન સલમાન ખાનને એક કુખ્યાત ગુંડા દ્વારા જેલમાંથી(Jail) સીધો જ ધમકી આપવામાં આવી છે, જે સોપારી લઈને હત્યા કરે છે . આ ગુંડાનું નામ લોરેન્સ બિશ્નોઈ છે અને તે છેલ્લા કેટલાક સમયથી સલમાન ખાનની પીઠ પાછળ હાથ ધોઈને પડ્યો છે. બિશ્નોઈએ ધમકી આપી છે કે જ્યારે તે સલમાન ખાનને મારી નાખશે ત્યારે જ તે અસલી ગેંગસ્ટર કહેવાશે. હથકડી સાથે જેલમાં સમય પસાર કરી રહેલા બિશ્નોઈએ પોલીસને પણ સીધી ધમકીઓ આપી છે.
જેલમાં હોવા છતાં લોરેન્સ બિશ્નોઈ અનેક કાવતરા કરી રહ્યો છે. જેથી પોલીસે તેની ધમકીને ગંભીરતાથી લીધી છે. પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મુસલેવાલાની હત્યામાં પણ બિશ્નોઈનનું નામ સામેલ હતું. જેથી બિશ્નોઈ કંઈ પણ કરી શકે તેમ હોવાથી પોલીસ વધુ સતર્ક છે. હવે તેણે સલમાન ખાનને સીધી ધમકી આપી છે. આથી પોલીસનું ટેન્શન વધે તે સ્વાભાવિક છે