Hockey World Cup : ભારતની મુઠ્ઠીમાં આવેલી મેચ ન્યૂઝીલેન્ડે આવી રીતે આંચકી લીધી
ક્યારેક પલડું આમ હતું તો ક્યારેક તેમ. હોકી (Hockey) વર્લ્ડ કંપની ક્રોસ ઓવર મેચ (Match) ભારે રોમાંચક રહી હતી.. અંતિમ ક્ષણોમાં કોણ જીતશે અને કોણ નમશે તે નક્કી કરવું મુશ્કેલ હતું. ક્યારેક ભારત આગળ હતું તો ક્યારેક ન્યુઝીલેન્ડનું પલડું ભારે રહ્યુંહતું.
રોમાંચ એટલો હતો કે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં લગભગ 15,000ની ક્ષમતાવાળા 60 મિનિટની રમત બાદ પેનલ્ટી શૂટઆઉટ રાઉન્ડ શરૂ થયો ત્યારે સ્ટેન્ડમાં ભાગ્યે જ કોઈ એવો દર્શક હતો કે જે પોતાની ખુરશી છોડીને ઊભો ન થયો હોય.
જોકે હોકી વર્લ્ડ કપની ક્રોસઓવર મેચમાં ભારતની હાર થઇ છે. ન્યુઝીલેન્ડે રોમાંચક મુકાબલામાં યજમાન ટીમને હરાવ્યું હતું. નિયમન સમય સુધી મેચ 3-3 થી ટાઈ રહી હતી. શૂટઆઉટ રાઉન્ડમાં બંને ટીમોને પાંચ-પાંચ તકો મળી, સ્કોર બરાબર રહ્યો. સડન ડેથ રાઉન્ડમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું, મેચ 5-4થી જીતી. ભારતે મેચમાં ઘણી તક ગુમાવવી પડી હતી. હવે ક્વાર્ટર ફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલ્જિયમ સામે થશે.
Team lost but this man won our hearts❤💞 PR Sreejesh#HockeyWorldCup #HockeyWorldCup2023 #HockeyHaiDilMera
Team India Knocked out of WC 2023 after losing to New Zealand in Cut Throat Penalty Shootouts pic.twitter.com/L55oWdrPX1
— Anirudh Garg (@anirudhgarg_) January 22, 2023
આખી મેચ દરમિયાન નારા લગાવીને ભારતીય ટીમને ઉત્સાહિત કરતા ચાહકોએ મેચ પછી ‘વિક્ટરી માર્ચ’ પર નીકળેલી ન્યુઝીલેન્ડની ટીમને દિલથી વધાવી લીધી. જ્યારે ટીમ હારી ત્યારે ભારતીય ખેલાડીઓના ચહેરા પર નિરાશાની રેખા સ્પષ્ટ દેખાતી હતી.