ગુજરાતમાં હજી પણ બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહી
જૂનાગઢ, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદની (Rain) આગાહી છે. જામનગર, દ્વારકા, પોરબંદરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ બે દિવસ સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. મંગળવારે એક તરફ કચ્છ અને મોરબીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં યલો એલર્ટ છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. બુધવારે કચ્છ અને મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર ઓરેન્જ એલર્ટ પર છે. તેથી કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.