Gujarat : મહાનગરોમાં ગંભીર બનતી પાર્કિંગની સમસ્યા નિવારવા રાજ્ય સરકારે લીધો આ મોટો નિર્ણય
રાજ્યના (Gujarat ) વિકાસશીલ શહેરો (Cities )અને નગરોમાં પાર્કિંગની (Parking ) સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે. જેમ જેમ શહેરીકરણ વધી રહ્યું છે તેમ તેમ લોકો પોતાની સગવડતા માટે પોતાના લક્ઝરી વાહનો ખરીદે છે. પરંતુ અહીં સૌથી મોટી સમસ્યા પાર્કિંગની છે. રહેણાંક હોય કે કોમર્શિયલ દરેક જગ્યાએ પાર્કિંગની સમસ્યા ગંભીર બની છે. આવી સ્થિતિમાં આ સમસ્યાના નિરાકરણ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રાજ્ય સરકારે તમામ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં પાર્કિંગ માટે 1 ટકા જમીન અનામત રાખવાનો આદેશ કર્યો છે.
તમામ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં 1 ટકાના ધોરણે જમીન ફાળવવાનું નક્કી કરાયું હતું.
રાજ્ય સરકારે શહેરો અને નગરોમાં પાર્કિંગની સમસ્યાના નિવારણ માટે તમામ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં 1 ટકા જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ નિયમ હવે ફરજિયાત રહેશે અને ઉપરથી પાર્કિંગની જગ્યા ખુલ્લી રાખવા સૂચના આપવામાં આવી છે. જેમાં 1 ટકા જમીન સિટી પ્લાનિંગ સ્કીમમાં પાર્કિંગ માટે અનામત રાખવાનો આદેશ કરાયો છે.
તમામ ઇમારતોમાં પાર્કિંગની જગ્યા ફરજિયાત ફાળવવી
ગુરુવારે મળેલી બેઠકમાં રાજ્ય સરકારે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં તમામ બિલ્ડીંગોમાં પાર્કિંગની જગ્યાની ફાળવણી ફરજીયાત કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિયમ તમામ રહેણાંક તેમજ કોમર્શિયલ ઈમારતોને લાગુ પડશે. જેથી તમામ શહેરો અને નગરોમાં પાર્કિંગની સમસ્યા હલ થઈ શકે.