Good News : “મિર્ઝાપુર” ફેમ વિક્રાંત મેસી જલ્દી બનશે પિતા
બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસીએ પોતાના કરિયરમાં ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં(Web Series) કામ કર્યું છે, પરંતુ તે ખાસ કરીને વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ માટે જાણીતો છે. આમાં તેણે બબલુ પંડિતનું પાત્ર ભજવીને નામ અને ખ્યાતિ બંને હાંસલ કર્યા. હાલમાં તે કોઈ ફિલ્મ કે વેબ સીરિઝને કારણે નહીં પરંતુ તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. વિક્રાંત ટૂંક સમયમાં પિતા બનવા જઈ રહ્યો છે.
ગણેશ ચતુર્થીના દિવસે વિક્રાંત અને તેની પત્ની શીતલ ઠાકુર વિશે આ સારા સમાચાર સામે આવ્યા છે. ટૂંક સમયમાં બંને માતા-પિતા બનશે અને તેમનું ઘર હાસ્યથી ભરાઈ જશે. જો કે વિક્રાંત અને શીતલે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. વિક્રાંત અને શીતલની લવ લાઈફની વાત કરીએ તો બંને એકબીજાને 2015થી ઓળખતા હતા. ત્યારથી બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. આ કપલે લગભગ 4 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ 2019માં સગાઈ કરી હતી. આ પછી, તેઓએ 2022 માં એટલે કે ગયા વર્ષે 14 ફેબ્રુઆરીએ એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા. વિક્રાંત અને શીતલ લગ્નના એક વર્ષ બાદ માતા-પિતા બનવા જઈ રહ્યા છે.
વિક્રાંતના કામની વાત કરીએ તો તે છેલ્લે મેડ ઇન હેવન, ગેસલાઇટ અને મુંબઈકરમાં જોવા મળ્યો હતો. ટૂંક સમયમાં તેની ફિલ્મો યાર જિગરી, સેક્ટર 36, 12મી ફેલ અને ફિર આયી હસીન દિલરૂબા સ્ક્રીન પર આવશે.