Gujrat: રોપ વેમાં બેસીને ગિરનાર ચઢવા માંગતા લોકો માટે ખુશખબર

0

જૂનાગઢની મુલાકાત લેતા લોકો માટે આનંદના સમાચાર છે. ખાસ કરીને જે લોકો રોપ વેમાં બેસીને ગિરનાર ચઢવા માંગતા હોય તેમના માટે સારા સમાચાર છે. રોપ વેનું સંચાલન કરતી કંપની ઓનલાઇન ટિકિટની સુવિધા આપવાની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. આ સુવિધા પહેલી સપ્ટેમ્બરથી શરૂ થશે. એટલે કે આગામી દિવાળીમાં જૂનાગઢની મુલાકાત લેવા માંગતા લોકો રોપ વેની સફરથી વંચિત નહીં રહે. ઓનલાઇન બુકિંગથી તહેવારોના દિવસોમાં રોપ વેની સફર માટે પ્રવાસીઓ સુવિધામાં વધારો થશે. મુલાકાતીઓ www.udankhatola.com પરથી ટિકિટ બુકિંગ કરાવી શકશે

જૂનાગઢમાં ગિરનાર પર્વત પર રોપ વે સેવા ચાલી રહી છે. જેની ટિકિટમાં ઘટાડો થયો છે.

નવા દરો ૧૮મી જુલાઈથી અમલમાં આવ્યા છે. પહેલી રોપ વેની ટિકિટ પ૨ ૧૮ ટકા જીએસટી લાગતો હતો. બાદમાં તે ઘટીને પાંચ ટકા થયો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ૨૪ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું ઈ-લોકાર્પણ કર્યું હતું. રોપ વેની ટિકિટમાં ઘટાડો થયો છે. હવે ટિકિટ પર ૧૮ને બદલે પાંચ ટકા જીએસટી લાગશે. નવા દરનો અમલ થયા બાદ પહેલા બહાર ગામના પ્રવાસીઓ માટે રોપ વેની ટિકિટ ૭૦૦ રૂપિયા હતી, હવે તેનો ચાર્જ ઘટાડીને ૬૨૩ કરવામાં આવ્યો છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *