શિલ્પા શેટ્ટીથી લઈને ટેલીવુડની આ અભિનેત્રીઓ પસાર થઇ ચુકી છે Miscarriage ના દર્દમાંથી
2023 ની શરૂઆતમાં, દીપિકા(Deepika) કક્કર સાથે, ઘણી હસ્તીઓએ(Celebrities) ચાહકો સાથે તેમના આવનાર બાળકના ‘ગુડ ન્યૂઝ’ શેર કર્યા છે. અમે તમને જણાવી દઈએ કે, મનોરંજન ઉદ્યોગમાં ઘણા સેલેબ્સે તેમના ડરનો સામનો કર્યો છે અને તેમના જીવનના મુશ્કેલ સમયમાં તેમના કસુવાવડ વિશે કોઈ પણ ખચકાટ વિના તેમના ચાહકો સાથે માહિતી શેર કરી છે.
‘સસુરાલ સિમર કા’ ફેમ અભિનેત્રી દીપિકા કક્કર અને તેના પતિ શોએબ ઈબ્રાહિમે 22 જાન્યુઆરીએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં દીપિકા અને શોએબે ચાહકોને કહ્યું કે તેઓ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે અને દીપિકાની પ્રેગ્નન્સીને ત્રણ મહિના પૂરા થઈ ગયા છે. અગાઉ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં દીપિકાનું કસુવાવડ થઈ હતી. ત્યારે દીપિકા છ મહિનાની ગર્ભવતી હતી.
અભિનેત્રી નિશા રાવલને એક નહીં પરંતુ બે વખત કસુવાવડ થઈ છે. નિશાએ 2012માં લગ્ન કર્યા હતા. જે બાદ નિશા 2014માં પાંચ મહિનાની ગર્ભવતી હતી. પરંતુ તેના પતિ દ્વારા શારીરિક ત્રાસ ગુજારવામાં આવતા નિશાને કસુવાવડનો સામનો કરવો પડ્યો હતો. બીજી વખત રિયાલિટી શોમાં ભાગ લેતી વખતે નિશાને કસુવાવડ થઈ હતી.નિશાએ એકતા કપૂરના શો ‘લોકઅપ’માં આ વાતો શેર કરી હતી.
વર્ષ 2011માં ડિમ્પી ગાંગુલીએ એક રાજનેતા સાથે લગ્ન કર્યા હતા. જે બાદ પ્રેગ્નન્સીના પહેલા મહિનામાં તેણીને કસુવાવડ થઈ હતી. આવી સ્થિતિમાં ડિમ્પીને કસુવાવડના આઘાતમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગ્યો હતો. જોકે, ડિમ્પીએ હવે બિઝનેસમેન રોહિત રોય સાથે લગ્ન કર્યા છે અને તેમને બે પુત્રો છે.
પ્રખ્યાત બી-ટાઉન દંપતી અંકિતા ભાર્ગવ અને કરણ પટેલે 2018 માં તેમની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. જે બાદ અંકિતાને ચોથા મહિનામાં કસુવાવડ થઈ હતી. જોકે હવે અંકિતા અને કરણ એક પુત્રીના માતા-પિતા બની ગયા છે. તેઓએ તેમની પુત્રીનું નામ મેહર રાખ્યું છે.
બિગ બોસ 16 ફેમ વિકાસ માનકટલાની પત્ની ગુંજનને પણ તેની પ્રથમ ગર્ભાવસ્થા દરમિયાન કસુવાવડમાંથી પસાર થવું પડ્યું હતું. એક રિયાલિટી શોમાં આ કિસ્સો શેર કરતી વખતે વિકાસે પોતાના દિલની પીડા બધાની સાથે શેર કરી હતી.
બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાએ પુત્રી સમિષાને આ દુનિયામાં લાવવા માટે સરોગસીનો સહારો લીધો હતો. આ વિશે વાત કરતાં શિલ્પાએ કહ્યું હતું કે પુત્ર વિવાનના જન્મ પછી તેને કસુવાવડનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે તેણે બીજા બાળક માટે સરોગસીનો સહારો લેવો પડ્યો હતો.