નવી દિલ્હીમાં એરફોર્સના પૂર્વ અધિકારીએ પત્ની સાથે કરી આત્મહત્યા

0
Former Air Force officer committed suicide with his wife in New Delhi

Former Air Force officer committed suicide with his wife in New Delhi

નવી દિલ્હીના ડિફેન્સ કોલોની વિસ્તારના હુડકો પેલેસમાં એરફોર્સના (Airforce) અધિકારી 37 વર્ષીય અજયપાલ અને તેમની 32 વર્ષીય પત્ની મોનિકાએ આત્મહત્યા કરી લીધી છે. બંનેએ પોતાના ઘરે ઝેરી પદાર્થ પીને આપઘાત કર્યો છે. મળતી માહિતી મુજબ, પત્નીએ રૂમમાં જોયું કે પતિ બેભાન છે અને તેના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું છે, જેથી મોનિકા અજયપાલને હોસ્પિટલ લઈ ગઈ. પરંતુ, તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતા.

આ પછી ઘરે આવ્યા બાદ પત્નીએ પણ ઝેર પી લીધું હતું. પોલીસે દરવાજો તોડીને પત્નીને બહાર કાઢી, ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. પોલીસને આજે સવારે 4.30 વાગ્યે આ કેસની માહિતી મળી હતી. અજયપાલ એરફોર્સમાં ઓફિસર હતા. ત્યાંથી તેમણે રાજીનામું આપ્યું હતું. બંનેના લગ્ન લગભગ એક વર્ષ પહેલા થયા હતા.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *