હવામાન દ્વારા ગુજરાતમાં ૫ દિવસ ભારે વરસાદની આગાહી

0

અમદાવાદ શહેરના અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. એ સિવાય જો ગુજરાતની વાત કરીએ તો, રાજ્યભરમાં અત્યારે વરસાદે વિરામ લીધો છે. અમુક સ્થળોએ છૂટોછવાયો વરસાદ નોંધાઈ રહ્યો છે. ગુજરાતીઓ બફારા અને ગરમીની ફરિયાદ પણ કરી રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગ તરફથી વરસાદ અંગે ખાસ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, ખેડા અને આણંદ સહિતના વિસ્તારોમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ અને પવન ફૂંકાઈ શકે છે. તમને જણાવી દઈએ કે, પાછલા થોડા સમયથી વરસાદ છૂટોછવાયો પડી રહ્યો છે. ઘણીવાર વાદળછાયું વાતાવરણ હોય છે, પરંતુ વરસાદ નથી પડતો, જેના કારણે ભેજનું પ્રમાણ વધી ગયું છે. પરિણામે લોકો ગરમીની પણ ફરિયાદ કરી રહ્યા છે. ફરી એકવાર રાજ્યમાં પંખા અને એસી શરુ થઈ ગયા છે. આટલું જ નહીં, ગુજરાતીઓને ભય સતાવી રહ્યો છે.કે આ વર્ષે નવરાત્રીના તહેવામાં વરસાદ વિઘ્ન બની શકે છે.

મોનસૂન વિડ્રોઅલ સિસ્ટમ મોડી સક્રિય થઈ હોવાને કારણે લોકોને આ ચિંતા સતાવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ વર્ષે ઘણો સારો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના ડાઈરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. નર્મદા, તાપી, વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં ખાસ સંભાવના છે.

દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યારે રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, તેમ છતાં હવામાં ભેજને કારણે અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવે દેશભરમાં ચોમાસાની વિદાયનો સમય આવી ગયો છે. હવામાન વિભાગના નિષ્ણાંતોનું માનવું છે કે સપ્ટેમ્બરની શરુઆતથી વરસાદની વિદાય શરુ થાય છે.

ગુજરાતની વાત કરીએ તો, રાજ્યમાંથી વરસાદની વિદાયની શરૂઆત ઓક્ટોબર મહિનાની શરુઆતમાં થાય છે. જેના કારણે ગરબાના શોખીનોની ચિંતા વધી છે. સપ્ટેમ્બરના અંતમાં નવરાત્રિના તહેવારની શરુઆત થવાની છે, ત્યારે ખેલૈયાઓને ડર છે કે ક્યાંય નવરાત્રિના તહેવારમાં વરસાદ ખલેલ ના પાડે. કોરોના મહામારીને કારણે નવરાત્રીનું આયોજન મોટા પાયે થઈ નહોતું શક્યું, પરંતુ આ વર્ષે આયોજકોથી લઈને ખેલૈયાઓ અને વેપારીઓ સુધી, તમામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *