જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં ફાયરિંગ : ASI સહીત ચાર લોકોના મોત

0
Firing in Jaipur-Mumbai Express Train: Four killed including ASI

Firing in Jaipur-Mumbai Express Train: Four killed including ASI

દેશની આર્થિક રાજધાની મુંબઈથી(Mumbai) મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જયપુર મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા છે. મૃતકોમાં RPF ASI સહિત 3 મુસાફરો છે. ફાયરિંગની આ ઘટનામાં કેટલાક મુસાફરો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. આ ઘટના બાદ મુસાફરોમાં ભારે ડર છે અને ગભરાટનો માહોલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ટ્રેન ગુજરાતથી મુંબઈ આવી રહી હતી. ફાયરિંગની ઘટના વાપીથી બોરીવલીમીરા રોડ સ્ટેશન વચ્ચે બની હતી. ફાયરિંગની આ ઘટના કેવી રીતે અને શા માટે બની? તેની તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ ગોળીબાર સવારે 5 વાગ્યાની આસપાસ થયો હતો.

 

આરોપી કોન્સ્ટેબલ કસ્ટડીમાં

ફાયરિંગની ઘટના વાપીથી બોરીવલીમીરા રોડ સ્ટેશન વચ્ચે બની હતી. આ ટ્રેન ગુજરાતથી મુંબઈ આવી રહી હતી. મૃતકોમાં RPF ASI સહિત 3 મુસાફરોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં ચેતન નામના પોલીસકર્મીની પણ અટકાયત કરવામાં આવી છે. અટકાયત કરાયેલ પોલીસકર્મી આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટરના રેન્ક પર પોસ્ટેડ છે.

જવાને અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું

ફાયરિંગની આ ઘટના જયપુર એક્સપ્રેસ (ટ્રેન નંબર 12956)ના કોચ નંબર B5માં બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના સોમવારે સવારે 5.23 વાગ્યે બની હતી. આરપીએફ જવાન અને એએસઆઈ બંને ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. કોન્સ્ટેબલ ચેતને અચાનક ASI પર ગોળીબાર કર્યો. અચાનક થયેલા ફાયરિંગથી મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. હવે જીઆરપી આ મામલાની તપાસમાં લાગેલી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *