Surat: રાંદેર રામનગર ખાતે લાઇફ લાઇન હોસ્પિટલની નીચેની દુકાનમાં આગ લાગતાં અફરા તરફી,દર્દીઓને લઈ પ્રશાસન મુકાયું ચિંતામાં

0

Surat રાંદેર વિસ્તારના રામનગર ખાતે આવેલ લાઇફ લાઇન હોસ્પિટલની નીચે સ્પોર્ટ્સ વેર લની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. દુકાનમાં લાગેલી આગ વિકરાળ બનતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે આગની ઘટના જ્યાં બની તેની ઉપર હોસ્પિટલ હોવાને કારણે ત્યાં દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા જેને લઈ પ્રશાસન ચિંતામાં મુકાયું હતું ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનાને પગલે કોઈ જાનહાનની કે ઇજાનો બનાવ બન્યો ન હતો.

રાંદેર મોરા ભાગળ વિસ્તારમાં રામનગર ચાર રસ્તા ખાતે શ્રીનાથ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આવેલ સ્પોર્ટ્સવેરની બંધ દુકાનમાં અચાનક આગ લાગી જવા પામી હતી. જો જોતા માં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તેના ધુમાડાના ગોટેગોટા સર્જાતા સ્થાનિક લોકોમા ડર ફેલાયો હતો અને તાત્કાલિક

ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા પાલનપુર ફાયર વિભાગ અને મોરાભાગળ ફાયર વિભાગના મળી 10 થી વધુ ગાડી સાથે ફાયરની ત્રણ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા.

શ્રીનાથ કોમ્પ્લેક્સ માં લાઈફ લાઈન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નીચેજ સ્પોર્ટ્સ વેરની દુકાનમાં આગ લાગતા પ્રશાસન ચિંતામાં મુકાયું હતું. અને થોડા સમય માટે અફડા તફડી મચી જવા પામી હતી. દુકાનમાં આવેલ લાગેલી આગનો ધુમાડો બેઝમેન્ટમાંથી ઉપર હોસ્પિટલ તરફ જતા તંત્ર દ્વારા કોઇ દર્દીને ધુમાડાને કારણે સફોગેશન કે અન્ય કોઈ તકલીફ થઈ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી હતી. જોકે સજ નસીબે સમયસર આગ પર કાબૂ મેળવી લેતા અને કુલીંગની કામગીરી કરવામાં આવતા કોઈપણ વ્યક્તિને ઇજા કે જાનહાનિનો બનાવ નોંધાયો હતો.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *