સગરામપુરામાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસના દરોડા,મહિલા મેનેજર સહિત 8 શખ્સોની ધરપકડ
સગરામપુરા હીરા મોદીની શેરી ખાતે સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર સુરતની ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ઈન્ટિ હ્યુમન્સ સ્કોડ દ્વારા રેડ કરવામાં આવી હતી અને મહિલા મેનેજર સહિત 8 શખ્સોની ધરપકડ કરી હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની એન્ટી હ્યુમન્સ સ્કોડ દ્વારા સગરામપુરા હીરા મોદીની શેરીમાં સ્પાની આડમાં ચાલી રહેલા કુટણખાના પર રેડની કામગીરી કરી હતી. જે રેડમાં પોલીસે એક મહિલા મેનેજર અને ૭ ગ્રાહકો મળી કુલ 8 શખ્સોની અટકાયત કરી હતી. પોલીસ તપાસના સામે આવ્યું હતું કે જયેશભાઈ ચૌહાણ દ્વારા હીરા મોદીની શેરીમાં બે દુકાનોની ભાડે આપવામાં આવી હતી. જેમાં દુકાન ભાડે રાખનાર બંને શખ્સો દ્વારા સ્પાની આડમાં કુટણખાનું શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય મૂળની મહિલાઓ દ્વારા સ્પાની આડમાં દેહ વ્યાપાર કરવામાં આવતો હતો. જ્યારે કમિશન એજન્ટ દ્વારા ગ્રાહકોને અહીં લાવવામાં આવતા હતા. હાલ પોલીસે પાસ પણ માંસંડોવાયેલી 11 ભારતીય મૂળની મહિલાઓને મુક્ત કરાવી હતી. જ્યારે પકડાય મહિલા મેનેજર સહિત કુલ આઠની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.