નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહીર સહીત ૫૦થી વધુના ટોળાએ હુમલો કર્યો: અનંત પટેલ
દશેરાના દિવસે ખેરગામમાં ધારા સભ્ય અનંત પટેલનાં નામનો ગરબો ગવાયો હતો. યુવાને આ ગરબાનો વિડિઓ સોસીયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જે બાદ ભાજપના આગેવાનોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકનાર યુવક પાસે માફી મંગાવી હતી અને માફી માંગતો વીડિયો સોસીયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. તે સંદર્ભે અનંતપટેલ ખેરગામ કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે બેઠકની આયોજન કર્યું હતું અને બેઠકમાં જઇ રહ્યા હતા.આ દરમિયાન ભાજપના નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહીર તથા રીક્રુ નામનો એક ઈસમ અને અન્ય ૫૦થી વધુ ભાજપના કાર્યકર્તાઓ ખેરગામમાં આવેલ દશેરા ટેકરી પાસે અનંત પટેલની કારને આંતરી હતી. અનંત પટેલે કારનો દરવાજો ન ખોલતા ભિખુ આહીર અને તેના મળતી હોય કારનો કાચ તોડી નાખ્યો હતો અને અંનત પટેલ સાથે ઝપાઝપી કરી તેને માર માર્યો હતો. એટલું જ નહીં પરંતુ તેનો મોબાઇલની પણ લૂંટ કરવામાં આવી હોવનું અંનત પટેલ જણાવ્યું હતું. ભીખું આહીરે અંનત પટેલને જણાવ્યું હતું
આ વિસ્તાર આદિજાતિ મંત્રી નરેશ પટેલનો છે. આ વિસ્તારમાં તું કોઈપણ શૈલી કે બેઠક યોજી શકીશ નહીં અને કે જો આગામી સમયમાં પણ આ વિસ્તારમાં રેલી કે બેઠક યોજવાની કોશિશ પણ કરીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી.
અનંત પટેલ પર હુમલો કર્યા બાદ આ તમામ રફુચક્કર થઈ ગયા હતા. જોકે ત્યારબાદ મામલો ગરમાતા અનંત પટેલ દશેરા ટેકરી પાસે જ રસ્તા પર બેસી ગયા હતા. જેથી તેના સમર્થકોએ પણ ત્યાં જ દશેરા ટેકરીથી લઈ મુખ્ય બજાર સુધીના રસ્તાને ચક્કાજામ કરી દીધો હતો. જિલ્લા પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું પરંતુ અંનત પટેલ અને તેના સમર્થકોએ પોલીસ વિરુદ્ધ સૂત્રોચાર કરી તેમની હાય હાય બોલાવી પોલીસને સ્થળેથી રવાના કરી દીધી હતી.
આ અંગે અંનત પટેલે જણાવ્યું હતું કે તેઓની માંગ છે કે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહીર તથા તેના મળતીયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેઓ તમામની પહેલા ધરપકડ કરવામાં આવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ત્યાર બાદ જ આ રસ્તો ખુલ્લો કરવામાં આવશે. વધુમાં અંનત પટેલે કહ્યું હતું કે ભીખુ આહીર તથા તેના માણસોએ તું આદિવાસી સમાજનો બહુ મોટા નેતા બની ગયો છે, તમે લોકો લુખ્ખા છો અને તમને જાનથી મારી નાખીશું. તેવી ધમકી આપી તેમનું અપમાન કર્યું હતું, જેથી તેની સામે એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ કરવાની પણ તેઓએ માંગ કરી છે.