Exam Tips : પરીક્ષા દરમ્યાન તમારા સંતાનોને કેવી રીતે રાખશો Stress Free ?
પરીક્ષા (Exam )દરમિયાન બાળકો તણાવમાં રહે છે, આ સ્થિતિમાં બાળકોની (Child ) સાથે માતા-પિતાએ કેવો વ્યવહાર (Behavior )અપનાવવો જોઈએ તે પણ જરૂરી છે. ચાલો તમને જણાવીએ આવી જ કેટલીક ટ્રિક્સ…
- પરીક્ષા સમયે, સામાન્ય રીતે દરેક બાળક તૈયારીથી લઈને પુનરાવર્તન સુધીની દરેક પદ્ધતિ અપનાવે છે. અભ્યાસનો સ્ટ્રેસ માત્ર બાળકો માટે જ નહીં પરંતુ માતા-પિતાને પણ હોય છે. આ દરમિયાન બાળકોને તણાવમુક્ત રાખવા માટે માતા-પિતાએ આ પદ્ધતિઓ અપનાવવી જોઈએ.
- પરીક્ષાઓ બાળકો તેમજ માતાપિતા માટે તણાવપૂર્ણ હોઈ શકે છે. આ સ્થિતિમાં, માતાપિતાએ પરિસ્થિતિને યોગ્ય રીતે હેન્ડલ કરવી જોઈએ. તેમણે શાંત થઈને બાળકો સાથે વાત કરવી જોઈએ.
- પરીક્ષા દરમિયાન બાળકો સમજી શકતા નથી કે તેઓ તણાવ અને ચિંતાનો શિકાર છે. માતાપિતાએ તેમને આ સ્થિતિમાં સમજાવવું જોઈએ કે આવું થવું સ્વાભાવિક છે. તમારા બાળકોને નકારાત્મક વિચારોમાંથી બહાર આવવામાં મદદ કરો.
- તણાવની સાથે નર્વસ રહેવાથી બાળકોનું સ્વાસ્થ્ય બગડી શકે છે. માતા-પિતાએ બાળકોને લાંબા શ્વાસ લેવાની કસરત કરવાની સલાહ આપવી જોઈએ જેથી કરીને તેમનું સ્વાસ્થ્ય બગડે નહીં.
- ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે ડાર્ક ચોકલેટ સ્ટ્રેસ ઘટાડવામાં અસરકારક છે અને બાળકોને પણ તે ખૂબ જ પસંદ છે. જો તમારું બાળક તણાવ અનુભવતું હોય તો તેને ખાવા માટે થોડી ડાર્ક ચોકલેટ આપો.