Surat : કોર્પોરેશનની સફાઈ ઝાંપા સુધી જ, કોઝવેની ગંદકીથી સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યા

0

સુરત શહેર માટે પીવાના પાણીનો મુખ્ય સ્રોત વિયર કમ કોઝવે છે. જોકે સુરત મહાનગર પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. હજુ તો શિયાળો અને ઉનાળો બાકી છે ત્યાં જ કોઝવેમાં લીલું કાચ જેવું અને અત્યન્ત દુર્ગંધ મારતા પાણીના કારણે હાલમાં કોઝવે પાસેથી પસાર થવું માથાના દુખાવા સમાન બની ગયું છે.

સુરત મનપા મિશનર તરીકે ચાર્જ સાંભળ્યા બાદ શાલિની અગ્રવાલે સુરત શહેરમાં સ્વચ્છતા પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કારણ કે સુરત શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં સતત ત્રણ વારથી બીજા સ્થાને આવી રહ્યું છે. જેથી હવે સુરત શહેર દેશમાં પ્રથમ નંબરે આવે તે માટે નવનિયુક્ત મનપા મિશનર દ્વારા સફાઈ ઝુંબેશ માટે આરોગ્ય વિભાગની સાથે સાથે ઝોનલ ચીફને પત્ર જવાબદારી સોંપી છે અને શહેરમાં જોરશોરમાં સફાઈની કામગીરી કરાવવામાં આવી રહી છે. તો બીજી બાજુ શહેરના એક માત્ર પીવાના પાણીના સ્રોત એવા કોઝવેમાં પારાવાર ગંદકીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોઝવે પાસેથી પસાર થવાનું પણ મુશ્કેલ કરી દે તેવી દુર્ગંધ અહી આવી રહી છે. પરંતુ તંત્ર જાણે નિંદ્રામાં પ્રતિતી થઈ રહી છે. ઘણા પર્યાવરણ દ્વારા આ અંગે મનપા કમિશનરને છે પરંતુ મનપા કમિશનર આ અજાણ છે. સુરત મહાનગર પાલિકા શુધ્ધિકરણ પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયા આવી રહ્યા છે. જેથી તાપી નદીનું પાણી ગંદા આઉટલેટોનું પાણી અહીં છોડવાનું દેવાયું છે અને તબક્કાવાર આ કામગીરી સફાઈની કામગીરી શરૂ કરાવવામાં આવી છે

મનપા કમિશનર શાલિની અગ્રવાલના જણાવ્યા પ્રમાણે કોઝવેમાં પારાવાર ગંદકીને પગલે સ્થાનિકોની હાલત કફોડી થવા પામી છે. કોઝવેનું બંધિયાર પાણી ખુબ જ ગંધાઈ રહ્યું છે. કોઝવેનું પાણી હાલ લીલા કલરનું થઈ ગયું છે. જેથી શહેરમાં પીવાના પાણીના એકમાત્ર સ્રોત એવા કોઝવેને પ્રદુષણમુક્ત કરવા માટે મનપા કમિશનરને ઓનલાઈન ફરીયાદ મળી હતી. જેથી મનપા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે તેઓ દ્વારા આજે અધિકારીઓની ટીમ ઘટના સ્થળે મોકલી કામગીરી કરાવવામાં આવી છે.

નોંધનીય છે કે શહેરના પાણીના મુખ્ય સ્ત્રોત એવા કોઝવે તરફ તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું છે. કોઝવેના પાણીનો કલર લીલો થઈ ગયો છે. કોઝવે પરથી પસાર થતા વાહનચાલકોને રીતસર અહીં નાક બંધ કરીને પસાર થવાનો વારો આવ્યો છે. પરંતુ સ્વચ્છતામાં અગ્રેસર ગણાતા સુરત મનપાના અધિકારીઓની ટીમ હજી કોઝવેની ગંદકી દુર કરવામાં આળસ કરી રહી હોય તેમ જણાઈ રહ્યું છે.

મનપા કમિશનરે શહેરમાં ગંદકી દુર કરવા અને શહેરને સ્વચ્છ સુંદર બનાવવા માટે ખાસ સર્વેની ટીમ ઉતારી છે. પરંતુ આ સર્વેની ટીમ હજી કોઝવે સુધી પહોંચી શકી નથી. પર્યાવરણ પ્રેમીઓ દ્વારા મનપા કમિશનરને આ હકીકત જણાવવા માટે ફોટા અને વિડીયો વોટ્સએપ પર મોકલ્યા છે. પરંતુ મનપા કમિશનરે હજુ સુધી તેમાં કોઈ કાર્યવાહી કરાવી નથી. ઉલ્લેખનીય છે કે આ ગંદુ અને દુર્ગંધ મારતું પાણી શહેરીજનો માટે પીવાલાયક નથી.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *