સુરતમા વહેલી સવારે અકસ્માતની ઘટના: મોપેડ પર સવાર યુવકનું કમકમાટી ભર્યું મોત

0

સુરતનાડીંડોલી વિસ્તારમાં વહેલી સવારે બની અકસ્માતની ઘટના બની હતી.જ્યા ગોડાદરાથી ડીંડોલી તરફ આવતા બ્રિજ પરથી ઉતરતાની સાથે મોપેડ ગાડી ડિવાઇડર સાથે અથડાઈ હતી જેને પગલે મોપેડ પર સવાર બે લોકો પૈકી એકને માથાના ભાગે ઇજા થતાં રસ્તા પર લોહી ફરી વળ્યું હતું અને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એકને ગંભીર ઈજા થતાં તેની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે.

સુરત શહેરમાં સોમવારના સવારના સમયે જ એક અકસ્માતની ઘટના સામે આવી છે અને તેમાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા અને મૂળ બિહારનો વતની શશીકાંત રામજીભાઈ પાંડે જે વ્યવસાયે કાપડ વેપારી હતા. જે સવારના સમયે પોતાની મોપેડ ગાડી પર મિત્ર ઉમાકાંત ઉપાધ્યાય સાથે મોપેડ પર જઈ રહ્યા હતા તે દરમિયાન ગોડાદરા થી ડીંડોલી તરફ આવતા બ્રિજ ઉતરતી વખતે મોપેડ ડિવાઇડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને કારણે લોક ટોળું ભેગું થઈ ગયું હતું અને આ અંગે 108 અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યારે આ અકસ્માતમાં શશીકાંત રામજીભાઈ પાંડેનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

 

ઉલ્લેખનીય છે કે શહેરમાં છાસવારે અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ફરી એક અકસ્માતમાં યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મડતી માહિતી પ્રમાણે મોપેડ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અને તેને કારણે બંને મિત્રો રોડ પર પટકાતા બંનેને ગંભીર ઇજા થઈ હતી. જ્યાં શશીકાંતને માથાના ભાગે વાગતા રસ્તા પર લોહી ફરી વળ્યું હતું. અને તેનું મોત નીપજ્યું હતું. જ્યારે તેના મિત્રને ગંભીર જાને કારણે સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. મૃતક સંઘ શશીકાંત કાપડનો વેપારી હતો અને તે માતા પિતા નો એકનો એક સંતાન હતો ઘટનાને પગલે મૃતકનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *