હવે લીધો બોધપાઠ : દ્વારકા બ્રિજ પર સુરક્ષા માપદંડોની ચકાસણી બાદ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાશે
દ્વારકા કલેકટરે જણાવ્યું હતું કે યાત્રિકોના જીવને જોખમમાં મૂકી શકાય નહીં. આથી તેમણે વહેલી તકે સુદામા બ્રિજની સુરક્ષા તપાસ કરવા અને તમામ ઔપચારિકતાઓ બાદ જ પુલને ફરીથી ખોલવા સૂચના આપી છે.

દ્વારકા સુદામા સેતુ બ્રિજ
ગુજરાતમાં મોરબી(Morbi ) બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાતના દ્વારકામાં આવેલ સુદામા બ્રિજને (Bridge ) તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે. હવે સલામતીના માપદંડોની ચકાસણી કર્યા બાદ જ આ પુલને પ્રવાસીઓ માટે ફરીથી ખોલવામાં આવશે. આ સંદર્ભે દ્વારકાના કલેકટરે આદેશ જારી કર્યો છે. તેમણે આ આદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે સુરક્ષા માપદંડોની ચકાસણી કરવા માટે પુલને બંધ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે રવિવારે જ મોરબી બ્રિજ તૂટવાને કારણે મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા, જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. મોરબીમાં હજુ પણ રેસ્ક્યુ ટીમ ગુમ થયેલા લોકોને શોધી રહી છે.
તમને જણાવી દઈએ કે દ્વારકામાં પણ મોરબી જેવો કેબલ બ્રિજ છે. દરરોજ હજારો પ્રવાસીઓ અને યાત્રાળુઓ આ કેબલ બ્રિજની મુલાકાત લેવા આવે છે. તાજેતરમાં મોરબી બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે. આવા સંજોગોમાં દ્વારકા પ્રશાસને પણ આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમયસર સુદામા પુલની સુરક્ષા તપાસ કરવાનો નિર્ણય લીધો છે. દ્વારકા કલેકટરે જણાવ્યું હતું કે યાત્રિકોના જીવને જોખમમાં મૂકી શકાય નહીં. આથી તેમણે વહેલી તકે સુદામા બ્રિજની સુરક્ષા તપાસ કરવા અને તમામ ઔપચારિકતાઓ બાદ જ પુલને ફરીથી ખોલવા સૂચના આપી છે.
અટલ બ્રિજ પર 3000 પ્રવાસીઓની મર્યાદા
આ પહેલા અમદાવાદ પ્રશાસને અટલ બ્રિજને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. મોરબી અકસ્માતની નોંધ લેતા અમદાવાદ પ્રશાસને એક દિવસમાં વધુમાં વધુ ત્રણ હજાર લોકોને અટલ બ્રિજ પર પ્રવેશવાનો આદેશ આપ્યો છે. જોકે આ બ્રિજની ક્ષમતા 12 હજાર પ્રવાસીઓનો ભાર સહન કરવાની છે, પરંતુ વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે મોરબીનો મામલો તાજો હોવાથી કોઈપણ પ્રકારનું જોખમ લેવાની જરૂર નથી. તમને જણાવી દઈએ કે આ વર્ષે જુલાઈ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રિવર ફ્રન્ટ પર બનેલા આ પુલનું ઉદ્ઘાટન કર્યું હતું.