Gujarat: ગુજરાત નજીક દરિયામાંથી ૨૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું
ગુજરાતના દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સ (Drugs) ઝડપાયું એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને કોસ્ટ ગાર્ડે મધ દરિયે કરેલા સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સ ઝડપાયું છે. ઝડપાયેલા ડ્રગ્સની કિંમત ૨૦૦ કરોડ રૂપિયા છે. ઝડપાયેલું ડ્રગ્સ આશરે ૪૦ કિલોગ્રામ છે.
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન : પાકિસ્તાની માછીમારીની બોટમાં ડ્રગ્સ લવાતું હતું : ૬ પાકિસ્તાનીઓ ઝડપાયા
મળતી માહિતી પ્રમાણે આ ડ્રગ્સ પાકિસ્તાની ફિશિંગ બોટ અલ તયાસામાં ભરીને લાવવામાં આવી રહ્યું હતું. ડ્રગ્સ સાથે પાકિસ્તાના છ નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સ પંજાબમાં મોકલવાનું હતું. ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ નેટવર્ક મામલે તાજેતરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએઆ મામલે જણાવ્યુ હતુ કે, ગુજરાત પોલીસ ડ્રગ્સ નેટવર્ક સામે એક્શન લે છે. ગુજરાત માત્ર ગુજરાતમાં જ નહીં, અન્ય રાજ્યોમાંથી પણ ડ્રગ્સ પકડે છે. ગુજરાત પોલીસ વિવિધ એજન્સીઓ સાથે મળી ડ્રગ્સ સામે કાર્યવાહી કરે છે. અનેક રાજ્યમાંથી ગુજરાત પોલીસે વિવિધ એજન્સીઓ સાથે મળી ડ્રગ્સના નેટવર્ક તોડ્યાંછે. છેલ્લા એક વર્ષમાં ગુજરાત પોલીસે ડ્રગ્સ પર હલ્લાબોલ કર્યો હતો. અનેક એજન્સી સાથે મળી ગુજરાત પોલીસે ભારત-પાકિસ્તાન બોર્ડર પર ગોળીનો સામનો કરીને ડ્રગ્સ પકડવાની કામગીરી કરી