ડોગ બાઈટના કેસ એટલે વધ્યા કારણ કે કુતરાઓમાં ડાયાબિટીસનું પ્રમાણ વધ્યું : સુરત મેયર
સુરતમાં કુતરાઓ કરડવાના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા એક પછી એક બાળકો અને પુખ્ત વયના નાગરિકોને કુતરાઓ કરડવા ના કિસ્સાઓ રોજ રોજ સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલાએ નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે કુતરાઓમાં બધા ડાયાબિટીસના કેસને કારણે કુતરા કરડવાના કિસ્સાઓ વધી રહ્યા છે.
સુરતમાં રખડતા શ્વાનના હુમલાઓના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. એક તરફ આ મામલે લોકોમાં રોષ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ સુરત મહાનગરપાલિકા રસીકરણ અને ખસીકરણની કામગીરી કરવાની વાતો કરી રહી છે. પરંતુ આ વચ્ચે છેલ્લા 40 દિવસમાં ત્રણ લોકોના ભોગ લેવાયા છે. અને આજે પણ સુરતના અલથાણમાં એક પાંચ વર્ષીય બાળકીને શ્વાને બચકું ભરતા તે ઇજાગ્રસ્ત થઈ હતી.ઘટના બાદ સુરત મનપાના મેયર હેમાલી બોગાવાલા એ નિવેદન આપતા સ્વાન ના કરડવા પાછળનું કારણ ડાયાબિટીસનું વધતું પ્રમાણ હોવાનું જણાવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે પશુ ડોક્ટરની બેઠક કરીને સ્વાન ના હુમલા ની વધતી ઘટના અંગે વાત કરવામાં આવી હતી જેમાં ડોક્ટરે જણાવ્યું છે કે કુતરામાં ડાયાબિટીસનું પ્રમાણ વધ્યું છે આ સિવાય ઘણા કારણો જાણવા મળ્યા કે જેને કારણે તે બાળકો પર હુમલા કરે છે તે ખરેખર દુઃખ દ વાત છે.
આ અંગે વધુમાં મયરે જણાવ્યું હતું કે શહેરમાં રખડતા કૂતરાઓને પકડી પાડી તેઓને પાંજરે પુરવા તેમજ તેમના રસીકરણની કાર્યવાહી ખૂબ ઝડપથી કરવામાં આવી રહી છે અને જ્યાં સુધી તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેમને છોડવામાં આવતા નથી. ત્યારે બીજી તરફ શહેરના નાગરિકો મનપાની આ કામગીરીથી બિલકુલ ખુશ નથી . તેઓનું માનવું છે કે શહેરમાં રોજે રોજ સ્વાન કરડવાના કિસ્સાઓ બની રહ્યા છે અને તેની સામે મનપા તંત્ર નિષ્ફળ પુરવાર થઈ રહી છે.